Ayushman Bhava/ આજથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ’આયુષ્માન ભવ’ અભિયાનની શરૂઆત કરશે

PM મોદીએ 60 કરોડ લોકોને 5 લાખની મફત તબીબી સહાયની ખાતરી આપી હતી. તેમણે આયુષ્માન ભારત યોજના હેઠળ શોષિત અને વંચિત વસ્તીના લાભ માટે અને મહિલાઓ માટે કામ કર્યું છે

Top Stories India
Web Story 1 2 આજથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ'આયુષ્માન ભવ' અભિયાનની શરૂઆત કરશે

 “PM મોદીએ 60 કરોડ લોકોને 5 લાખની મફત તબીબી સહાયની ખાતરી આપી હતી. તેમણે આયુષ્માન ભારત યોજના હેઠળ શોષિત અને વંચિત વસ્તીના લાભ માટે અને મહિલાઓ માટે કામ કર્યું છે આ અભિયાન અંતર્ગત ગામડાઓમાં આરોગ્ય મેળા પણ યોજાશે. આ યોજના હેઠળ 60 હજાર ગરીબોને વાર્ષિક 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા સાથે આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. લોકોને અંગોનું દાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

આયુષ્માન ભવ અભિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે, આ અભિયાનની વર્ચ્યુઅલ રીતે શરૂઆત કરશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના દરેક ગામ અને શહેરમાં આરોગ્ય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. લોકોને હોસ્પિટલોમાં ફ્રી હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવશે.

માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી અને આયુષ્માન ભવ અભિયાનની ચાલી રહેલી તૈયારીઓનો સ્ટોક લીધો હાતો .

માંડવીયાએ જણાવ્યું  વધુમાં જણાવતા કહ્યું કે કેમ્પ લગાવવામાં આવશે,તેમજ  60,000 લોકોને અમે આયુષ્માન ભારત કાર્ડ આપીશું. આગામી દિવસોમાં અમે આરોગ્યસંભાળ સેવાઓ અને કાર્યક્રમોના વધુ સારા સંતૃપ્તિ માટે આ કાર્યક્રમ વધુ વખત ચલાવીશું.

આ પણ વાંચો :મુલાકાત/ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે શહીદ મહિપાલસિંહ વાળાના પરિજનોને એક કરોડનો ચેક કર્યો અર્પણ

આ પણ વાંચો :DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

આ પણ વાંચો :કાર્યવાહી/જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાલુ ઓપરેનમાં ફોટો સેશન મામલે મોટી કાર્યવાહી,સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે લીધા આ પગલાં