Loksabha Electiion 2024/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 જૂને PM મોદીની કેબિનેટને આપશે ફેરવેલ ડિનર, રાષ્ટ્રપતિ ભવનમાં થશે આયોજન

લોકસભાના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ ભવન ખાતે વિદાય લઈ રહેલા કેબિનેટનું વિદાય રાત્રિભોજન યોજવાની પરંપર હોય છે

Top Stories India
Beginners guide to 2024 06 04T224743.021 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 જૂને PM મોદીની કેબિનેટને આપશે ફેરવેલ ડિનર, રાષ્ટ્રપતિ ભવનમાં થશે આયોજન

લોકસભાના પરિણામો જાહેર થયાના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ ભવન ખાતે વિદાય લઈ રહેલા કેબિનેટનું વિદાય રાત્રિભોજન યોજવાની પરંપર હોય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પરંપરાનું પાલન કરતા 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રીય મંત્રી પરિષદને ફેરવેલ ડિનર આપશે. 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે લોકસભાના પરિણામો જાહેર થઈ ગયા છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂનના રોજ સમાપ્ત થાય છે અને તે પહેલા નવી સરકારની સ્થાપના કરવામાં આવશે.

લોકસભાના કાર્યકાળના અંતે રાષ્ટ્રપતિ ભવનમાં વર્તમાન નેતૃત્વ ધરાવતી સરકારને ફેરવેલ ડિનર આપવાની પરંપરા રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં 5 જૂન એટલે કે આવતીકાલે રાત્રે 8 વાગ્યે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પરિણામોએ સૌને અચંબિત કર્યા છે. આજના પરિણામોમાં ભાજપને તેમની અપેક્ષા મુજબ ઓછી બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને અપેક્ષા કરતા વધુ બેઠકો પર જીત મળી છે. કહી શકાય કે કોંગ્રેસે ભાજપના મોદી મેજીક સામે બંધારણનો મુદ્દો ઉઠાવી જબરજસ્ત લડત આપી છે. બંને પક્ષમાં અત્યારે હાર થયેલ બેઠકોને લઈને મનોમંથન અને ચર્ચા વિચારણા થશે. તેમજ હવે આગામી સમયની રણનીતિને લઈને ભાજપ અને કોંગ્રેસ વધુ સક્રિય બનશે.17મી લોકસભામાં હિલા આરક્ષણ બિલ, ટ્રિપલ તલાક જેવી દુષ્ટ પ્રથાનો અંત લાવવા અને નવા ફોજદારી કાયદાઓ પસાર કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકસભામાં લેવાયેલ આ મહત્વના નિર્ણયો દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી 9 જૂને લઈ શકે છે શપથ, રાષ્ટ્રપતિ ભવનમાં તૈયારીઓ તેજ, NDAને મળી જીત

આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?

આ પણ વાંચો: ‘દેશની જનતાએ NDAમાં વિશ્વાસ મૂકયો તે ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ’ પરિણામો બાદ PM નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા