Not Set/ રાષ્ટ્રપતિ રામ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવશે,28 ઓકટોબરે આગમન

ભારતના રાષ્ટ્રપતિ રામ કોવિંદ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, રાષ્ટ્રપતિ બે દિવસ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે,

Top Stories Gujarat
president રાષ્ટ્રપતિ રામ કોવિંદ ગુજરાતના પ્રવાસે આવશે,28 ઓકટોબરે આગમન

ભારતના રાષ્ટ્રપતિ રામ કોવિંદ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે, રાષ્ટ્રપતિ બે દિવસ ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે,તે 28 થી 30 તારીખ સુધી ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર અને ભાવનગરના ક્રાર્યક્રમમાં હાજરી આપશે, ભાવનગર શહેર માં અને સૌરાષ્ટ્રના કાશ્મીર કહેવાતા મહુવાની મુલાકાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે. આગામી 29 તારીખનો એક દિવસીય કાર્યક્રમ હોવાનું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરારી બાપુ ની મુલાકાત અને ભાવનગરમાં સરકારી આવાસના લોકાર્પણમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે તેવી શક્યતાઓ છે.

જો કે તંત્રએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિનું આગમન નિશ્ચિત છે, પરંતુ સમયમાં હજુ ફેરફાર થઈ શકે છે, જેથી તંત્રએ સ્પષ્ટ માહિતી પ્રસિદ્ધ કરી નથી પણ મૌખિક વિગતો આપી હતી. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 તારીખે ભાવનગર જિલ્લાના મહુવામાં નવા કોર્ટ બિલ્ડિંગના કાર્યક્રમમાં હાજરી આપવા અને મોરારી બાપુને મળવા માટે પધારી રહ્યા છે.