Gandhinagar/ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

Top Stories Gujarat Others
ગાઝીપુર 33 રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને....

@વિરેન  મહેતા, ગાંધીનગર

ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરો માં ફરજ બજાવતા પી.આઈ.એચ.એમ.ગઢવી ને પોલીસ વિભાગ માં સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે તેમણે પોતાને ખૂબ ખુશી થઈ હોવાનું જણાવ્યું હતું. હિતેશ ગઢવી 2008 માં વડોદરા પી.એસ.આઈ. તરીકે પોલીસ ફોર્સ માં જોડાયા હતા. ત્યારબાદ રાજકોટ  પી.આઈ.તરીકે કામગીરી દરમ્યાન માથા ભારે ઈસમો અને બુટલેગરો ને સીધાડોર કરી દીધા હતા. તે સિવાય હત્યા અને ગંભીર  ગુનાઓ પણ ઉકેલવામાં ખૂબ સફળ થયા હતા.

પી.આઈ.ગઢવી એ જણાવ્યું હતું કે રાષ્ટ્પતિ ચંદ્રક મળવાથી જવાબદારી ખૂબ વધી જાય છે અને લોકોની અપેક્ષા ઓ પણ. આ ચંદ્રક સિવાય વિશેષ સેવાનો એવોર્ડ લેવા માટે હજુ પણ વધુ સારી કામગીરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. pi ગઢવી એ આ એવોર્ડ તેમના ઉપરી અધિકારીઓ અને માતા પિતાને સમર્પિત કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો