Not Set/ ગુજરાતનું ગૌરવ અને આઉટડોર પબ્લિસિટીના બાદશાહ યોગેશ લાખાણી સાથે ખાસ મુલાકાત…

અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી લગભગ 161 ઉપરાંત એવૉર્ડ્ઝ મળ્યા છે, જેમાં 2017માં 26 એવૉર્ડ્ઝ મળ્યા છે. તેમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ, વર્લ્ડ સસ્ટેનેબલ ટુરિઝમ એવૉર્ડ, ઇન્ડિયાઝ ગેટેસ્ટ લીડર્સ એવૉર્ડ, ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ બ્રાન્ડ્સ, ટિફા ધ ઇન્ડિયા આઇકોન ફિલ્મ એવૉર્ડ્ઝ, એન પી એન્ટરટેઇનમેન્ટનો રોશન સિતારે બૉલીવૂડ એવૉર્ડ, થાણે રાસ રંગ એવૉર્ડ, પાવર બ્રાન્ડ્સ ગ્લેમ બૉલીવૂડ એવૉર્ડ્ઝ, લોકમત કોર્પોરેટ એક્સેલન્સ […]

Gujarat Others
yogesh ગુજરાતનું ગૌરવ અને આઉટડોર પબ્લિસિટીના બાદશાહ યોગેશ લાખાણી સાથે ખાસ મુલાકાત...

અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી લગભગ 161 ઉપરાંત એવૉર્ડ્ઝ મળ્યા છે, જેમાં 2017માં 26 એવૉર્ડ્ઝ મળ્યા છે. તેમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ, વર્લ્ડ સસ્ટેનેબલ ટુરિઝમ એવૉર્ડ, ઇન્ડિયાઝ ગેટેસ્ટ લીડર્સ એવૉર્ડ, ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ બ્રાન્ડ્સ, ટિફા ધ ઇન્ડિયા આઇકોન ફિલ્મ એવૉર્ડ્ઝ, એન પી એન્ટરટેઇનમેન્ટનો રોશન સિતારે બૉલીવૂડ એવૉર્ડ, થાણે રાસ રંગ એવૉર્ડ, પાવર બ્રાન્ડ્સ ગ્લેમ બૉલીવૂડ એવૉર્ડ્ઝ, લોકમત કોર્પોરેટ એક્સેલન્સ એવૉર્ડ, ઝી ઇટીસી એવૉર્ડ વગેરે અનેક એવૉર્ડ્ઝ મળ્યા છે. 1998થી શરૂ થયેલી એવૉર્ડ્ઝની વણઝાર હજુ અવિરત ચાલુ જ છે. પહેલો એવૉર્ડ તેમને બેનિફિટ કાર્ડ-ફાલ્ગુની પાઠક મળ્યો હતો. તે પછી તો જાયન્ટ્સ ઇન્ટરનેશનલ, સહારા સમયનો ગણોશોત્સવ હોય કે દહીં કલા ઉત્સવ, મીડિયા એક્સપો કે નવરાત્રિ મહોત્સવ કે ગરબાકે કરાટે ચેમ્પિયનશીપ, એનિમેશન ફેસ્ટિવલ, તેમને સાંસ્કૃતિક એવૉર્ડથી લઇને સ્પોર્ટસ, બૉલીવૂડ, કોર્પોરેટ, સામાજિક એમ દરેક ક્ષેત્રે એવૉર્ડ્ઝનો સમાવેશ થાય છે. તેવા ગુજરાતનું ગૌરવ યોગેશ લાખાણી.

આઉટડોર પબ્લિસિટીના બાદશાહ યોગેશ લાખાણીનો હવે સામાજિક કાર્યોમાં પણ ધમાકેદાર પ્રવેશ થઇ ગયો છે અને અનેક ચૅરિટી કાર્યો શરૂ કર્યા પછી યોગેશભાઇ હવે બોરીવલીમાં નિ:શુલ્ક હૉસ્પિટલ શરૂ કરવાના છે. જે ગરીબોને નિ:શુલ્ક સારવાર આપશે.

બોલીવૂડમાં એક ઝળહળતું નામ છે, જે કલાકાર નથી, પણ સ્ટાર છે. તેમના વિના ફિલ્મસર્જકોને ચાલે જ નહીં. ફિલ્મોની પબ્લિસિટી અધૂરી જ રહે. આપણે જાણીએ જ છીએ કે તે હસ્તી છે બ્રાઇટ આઉટડોરના યોગેશ લાખાણી. અત્યાર સુધીમાં સેંકડો ફિલ્મોની પબ્લિસિટી કરી ચૂકેલા યોગેશભાઇને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓળખે. કોઇ સ્ટાર તેમનાથી દૂર ન હોય. બધા જ સુપરસ્ટાર્સ સાથે તેમનો નજીકનો ઘરોબો. કોઇપણ એવૉર્ડ સમારોહ હોય કે ફિલ્મી ઇવેન્ટ્સ હોય યોગેશભાઇની હાજરી હોય જ. સિદ્ધિ અને પ્રસિદ્ધિ પણ એટલી મળી ગઇ છે કે તેના માન-અકરમ રૂપે મળેલા અસંખ્ય એવૉર્ડઝ તેમના ઘરની શોભા બની રહ્યા છે. ગ્લેમર વર્લ્ડમાં વર્ષો સુધી અઢળક કામ કર્યા પછી હવે તેઓ સામાજિક ક્ષેત્રે પણ ધમાકેદારરીતે પ્રવેશી રહ્યા છે.

વિશ્ર્વમાં બિલ ગેટ્સ ચેરિટી કરવા માટે જાણીતા છે તેવી રીતે વ્યવસાયમાં સફળતા પામ્યા પછી હવે યોગેશભાઇ પણ સમાજ માટે વધુ ને વધુ કામ કરવા માગે છે. માતા-પિતાની સેવા કરવી કે કુટુંબ સાથે સમય વીતાવવા સાથે લોકોનું ભલું ઇચ્છવું કે તેમને મદદ કરવાની તેમની ભાવનાહવે તેમને નવા ક્ષેત્રમાં લઇ જઇ રહી છે. દારૂ, સિગરેટ કે પાન જેવું કોઇ પણ વ્યસન નહીં અને ડાઉન ટુ અર્થ અને એકદમ સાદા સીધા યોગેશભાઇ બહુ ધાર્મિક ભાવનાના છે. તેમની આ બાબત યુવાનો માટે પ્રેરણારૂપ છે. લોકોને મદદ કરવી કે તેમને ખાન-પાન આપવા જેવા કામથી તેમને બહુ ખુશી થાય છે. આથી જ તેમણે ધીરે ધીરે નહીં અને એક કે બે નહીં પણ એકસાથે અનેક સામાજિક કાર્યોની શરૂઆત કરી દીધી છે. તે પણ કોઇ પણ જાતના દેખાડા વગર લોકોને સુખ અને આનંદ તથા સંતોષ મળી રહે તેવા કામ કરે છે. વર્ષમાં કોઇ એકચેરિટી કામ કરવું એવું નહીં, પણ નિયમિત રૂપે તેમના તરફથી લોકોને ધન-ધાન્ય કે અન્ય મદદ મળી રહે તેવા કામ તેમણે હાથ ધર્યા છે.

આવો જોઇએ યોગેશ લાખાણી સાથેની મંતવ્ય ન્યૂઝ ખાસ મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.