ગાંધીનગર/ વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા, આવતીકાલે રાણીપમાં કરશે મતદાન

PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી કમલમ પહોંચશે.

Gandhinagar Top Stories Gujarat
હીરાબાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીગઢ સ્થિત તેમના ઘરે પહોંચી ગયા છે. પીએમ મોદી માતાને મળવા પહોંચ્યા છે. ગાંધીનગરમાં આવતીકાલે મતદાન છે. પીએમ મોદી આવતીકાલે ગાંધીનગરમાં મતદાન કરશે. તે પહેલા આજે તે માતા હીરાબેનને મળવા તેમના ઘરે પહોંચી ગયા છે.અમદાવાદ આવતા જ રાયસણમાં માતા હીરાને મળવા પહોંચ્યા હતા, જ્યા તેમણે માતાના આશીર્વાદ લીધા હતા.

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો માટે આવતીકાલે સોમવારે મતદાન યોજવાનું છે.ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.ત્યારે આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમજ નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીએ અનેક વિસ્તારોનાં મતદાતાઓને આકર્ષવા માટે 30 જનસભા સંબોધી હતી પરંતુ તેઓએ માતા સાથે મુલાકાત કરી ન હતી. જેથી માનવામાં આવી રહ્યું છે કે, તેઓ માતા હીરા બાને આજે રાતે કે કાલે સવારે મળી શકે છે.

આ પણ વાંચો:ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ….મતદાન પહેલા પોસ્ટર વોર

આ પણ વાંચો: 2024ની તૈયારીમાં ખડગે, કોંગ્રેસ સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં નેતાઓ પાસેથી માંગ્યો રિપોર્ટ, નવા લોકોને તક આપવા કહ્યું

આ પણ વાંચો:વિશ્વમાં શાંતિ લાવવા માટે તમામ દેશોને એક કરશે PM મોદી ‘, ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કર્યું ટ્વિટ