કૃષિ આંદોલન/ પ્રિયંકાનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો, દેશનાં પૈસા અબજોપતિઓનાં નામે કરી રહી છે સરકાર

ભાજપ અને સૂટબૂટવાળાઓની જુગલબંદી છે….

India
Untitled 92 પ્રિયંકાનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો, દેશનાં પૈસા અબજોપતિઓનાં નામે કરી રહી છે સરકાર

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને ટેકો આપતા કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કવિતાનાં અંદાજમાં લખ્યું કે, “ભાજપ અને સૂટબૂટવાળાઓની જુગલબંદી છે, ખેડૂતનાં હક છીનવા આ નાકાબંદી છે.” જણાવી દઇએ કે, ટ્રેક્ટર રેલી નિકાળવા દિલ્હી જતા ખેડૂતોને અટકાવવા પોલીસે કરેલી નાકાબંધીનાં સમાચાર પછી પ્રિયંકા ગાંધીએ આ શાંબ્દિક હુમલો કર્યો છે.

આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરીનાં રોજ, ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઠવાની જાહેરાત કરી હતી. જેના કારણે ખેડૂતો દેશની રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. તો પોલીસ દ્વારા ખેડૂતોને રોકવા માટે નાકાબંધી કરવામાં આવી રહી છે, વળી, ડીઝલ પણ ખેડૂતોને આપવામાં આવી રહ્યું નથી. તો વળી હવે ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને ખેડૂતોને ટેકો આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કાવ્યાત્મક રીતે ટ્વીટ કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘ભાજપ લાલ કાલીન મૂકીને દેશની તમામ સંપત્તિ તેમના અબજોપતિ મિત્રોને સોંપી રહી છે, પરંતુ જો ખેડૂતો તેમના હકની માંગ માટે દિલ્હી આવવા માંગતા હોય તો નાકાબંદી કરવામાં આવી રહી છે. ભાજપ અને સૂટબૂટની જુગલબંધી છે, ખેડૂતનો હક છીનવી લેવા આ નાકાબંધી છે.

ભારતીય ખેડૂત સંઘનાં નેતા રાકેશ ટીકૈતે સરકાર પર ટ્રેક્ટરોમાં ડીઝલ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. મુરાદાબાદ, ગાજીપુર અને અન્ય સ્થળોએથી ખેડૂતોનાં ફોન કોલ્સ આવ્યા છે. ટિકૈત કહે છે કે, ખેડૂત જ્યાં હોય ત્યાં રસ્તાઓ જામ કરી દેવા જોઈએ. આ દરમિયાન, ટિકૈતે દાવો કર્યો હતો કે, પ્રજાસત્તાક દિન પર આશરે 3 લાખ ટ્રેકટરો દિલ્હીનાં માર્ગો પર ઉતરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો