Not Set/ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રો. હરેશ ઝાલાનો વિવાદિત ઓડિયો કલીપ મુદ્દે નનૈયો, તો યુવતી એ કહ્યું….

રાજકોટ કથિત ઓડિયો ક્લીપનો કેસ પ્રોફેસર ઝાલાએ રજીસ્ટ્રારને જવાબ રજૂ કર્યો પ્રોફેસર ઝાલાએ જવાબમાં કહ્યું આ ઓડિયો ક્લીપ તેમની નથી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના પ્રો. હરીશ ઝાલાનો વિવાદિત ઓડિયો કલીપ મુદ્દે નનૈયો ભણ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.હરેશ ઝાલાની પીએચ.ડીની વિધાર્થીની સાથે ફોન પર બીભત્સ માંગણી કરતી ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. ત્યાર બાદ યુનીવર્સીટી સત્તાધીશોએ ડો.ઝાલાને […]

Gujarat Rajkot
bapu 8 સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રો. હરેશ ઝાલાનો વિવાદિત ઓડિયો કલીપ મુદ્દે નનૈયો, તો યુવતી એ કહ્યું....
  • રાજકોટ કથિત ઓડિયો ક્લીપનો કેસ
  • પ્રોફેસર ઝાલાએ રજીસ્ટ્રારને જવાબ રજૂ કર્યો
  • પ્રોફેસર ઝાલાએ જવાબમાં કહ્યું
  • આ ઓડિયો ક્લીપ તેમની નથી

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના પ્રો. હરીશ ઝાલાનો વિવાદિત ઓડિયો કલીપ મુદ્દે નનૈયો ભણ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.હરેશ ઝાલાની પીએચ.ડીની વિધાર્થીની સાથે ફોન પર બીભત્સ માંગણી કરતી ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. ત્યાર બાદ યુનીવર્સીટી સત્તાધીશોએ ડો.ઝાલાને સસ્પેન્ડ કરી, શો-કોઝ નોટિસ ઇસ્યૂ કરી હતી.  અને આ અંગે નો જવાબ ડો.હરેશ ઝાલાએ ગુરુવારે યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર શર્મસાર / યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે ફોન પર કરી બીભત્સ માંગણી, કહ્યું -…..

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી/ લો બોલો હવે.., કોલેજો દ્વારા ગોલ્ડ મેડલ મેળવવાનું કૌભાંડ …!!!

ગોંડલ/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત ડમીકાંડ મામલે ભાજપના નેતા 4 વર્ષ માટે સસ્પેન્ડ, કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ

આ અંગે કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે,  બુધવારે એક વિદ્યાર્થિનીએ અરજી કરી છે જેમાં એવી રજૂઆત કરી છે કે ઓડિયો ક્લિપમાં જે વિદ્યાર્થિની છે તે હું નથી. આ ઓડિયો ક્લિપ મારી નથી. જ્યારે બીજીબાજુ ગુરુવારે ડો.હરેશ ઝાલાએ પણ રજિસ્ટ્રાર ડો.આર.જી.પરમારને મળીને જવાબ રજૂ કર્યો હતો કે, આ ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી. કથિત પીડિતાની અરજી અને ડો.હરેશ ઝાલાનો જવાબ મળતા હવે કુલપતિ ડો.નીતિન પેથાણીએ એન્ટિ વુમન્સ સેકસ્યૂઅલ હેરેસમેન્ટ સેલને આ પ્રકરણમાં તપાસ કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.