રાજકોટ/ રાજકોટમાં હોટેલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે, 1 વર્ષનો 3 કરોડનો વેરો માફ કરાયો

સતત ટ્રાફીકથી ધમધમતા એવા હોસ્પિટલ ચોકમાં હાલ ટ્રાએંગલ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. બ્રિજ માટે રેલવે વિભાગની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

Gujarat
Untitled 85 રાજકોટમાં હોટેલ, રિસોર્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે, 1 વર્ષનો 3 કરોડનો વેરો માફ કરાયો

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 38 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.29.10 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.1 અને વોર્ડ નં.9માં અલગ-અલગ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવામાં માટે રૂા.7.65 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં મૂળ કામ કરતાં રૂા.2.88 કરોડની ઓનની લ્હાણી કોન્ટ્રાક્ટરોને કરવામાં આવી છે.

1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીનો એક વર્ષના આ તમામ મિલકતધારકોના વેરામાં રાહત આપવામાં આવી છે. જે આસામીએ વેરો ભરી દીધો હશે તેને ટેક્સ પરત કરવામાં આવશે. મનપાને રાજ્ય સરકાર દ્વારા વેરામાફીની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

સતત ટ્રાફીકથી ધમધમતા એવા હોસ્પિટલ ચોકમાં હાલ ટ્રાએંગલ બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. બ્રિજ માટે રેલવે વિભાગની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. કપાતમાં જતી જમીનના બદલામાં રેલવે વિભાગને રૂા.1.94 કરોડનું વળતર ચુકવવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી હતી. આ ઉપરાંત શહેરમાંથી નીકળતા ક્ધસ્ટ્રક્શન અને ડીમોલીશન વેસ્ટનું પ્રોસેસિંગ કરવા માટે રિ-સાઇકલિંગ પ્લાન્ટ સ્થાપવાનું દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.

તમામ ક્ધસ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ એક જ સ્થળે નિકાલ થાય તે માટે હવે ટૂંક સમયમાં ખાસ પ્રકારની એક પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. આજે સ્ટેન્ડિંગમાં ટ્રેનેજના કામો માટે રૂા.54.14 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે 100 નંગ ટીપરવાન ખરીદવા માટે 7.40 કરોડ અને 1000 નંગ વ્હીલબરો ખરીદવા માટે રૂા.1.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.11માં શ્રીસીતાજી ટાઉનશીપના શોપિંગ સેન્ટરની દુકાનની હરરાજીથી મહાપાલિકાને રૂા.2.30 કરોડની આવક થવા પામી છે.