Shocking/ પુનીત રાજકુમારનાં નિધન બાદ તેમના ડાય-હાર્ટ ફેને કરી આત્મહત્યા, અન્ય બે ને આવ્યો Heart Attack

પુનીતનાં મૃત્યુની જાણ થતાં તેમના ચાહકો આઘાતમાં આવી ગયા છે. પુનીતનાં મૃત્યુથી તેમના એક ડાઇ-હાર્ટ ફેનને એવો આઘાત લાગ્યો કે તેણે આ શોકમાં આત્મહત્યા કરી લીધી અને અન્ય બે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે.

Entertainment
પુનીત રાજકુમાર નિધનથી ફેને કરી આત્મહત્યા

સાઉથ સિનેમાનું જાણીતું નામ પુનીત રાજકુમાર હવે આપણી વચ્ચે નથી. શુક્રવારે (29 ઓક્ટોબર) તેમના આકસ્મિક નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી. પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. શુક્રવારે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલનાં ICU માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુની જાણ થતાં તેમના ચાહકો આઘાતમાં આવી ગયા છે. પુનીતનાં મૃત્યુથી તેમના એક ડાઇ-હાર્ટ ફેનને એવો આઘાત લાગ્યો કે તેણે આ શોકમાં આત્મહત્યા કરી લીધી અને અન્ય બે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે.

પુનીત રાજકુમાર નિધનથી ફેને કરી આત્મહત્યા

આ પણ વાંચો – શ્રદ્ધાંજલિ / અમિતાભ બચ્ચને પુનીત રાજકુમારને પાઠવી શ્રદ્ધાંજલિ, કહ્યું – દુ:ખ શબ્દોમાં…

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થયું છે અને આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુનીતની પુત્રી વંદિતા આજે બપોર સુધીમાં અમેરિકાથી ભારત પહોંચી હતી અને ત્યારબાદ સાંજે પુનીતનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જો કે, આ પહેલા ચાહકો અભિનેતાનાં મૃત્યુનું દુઃખ સહન કરી શક્યા નહી. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતાનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને એક ચાહકે આત્મહત્યા કરી લીધી. આ ચાહકનું નામ રાહુલ ગાદીવદરા છે, જે કર્ણાટકનાં બેલગામી જિલ્લાનાં અથાનીનો રહેવાસી છે. મરતા પહેલા તેણે પોતાના દિવંગત સ્ટાર પુનીત રાજકુમારનાં ફોટાને ફૂલોથી સજાવ્યો અને પછી ફાંસી લગાવી દીધી. પુનીત રાજકુમારનાં મૃત્યુના સમાચાર સાંભળીને, તેના બે ચાહકોનું હૃદયરોગનાં હુમલાથી મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યુ છે. કર્ણાટકનાં બેલાગવી જિલ્લાનાં શિંદોલી ગામમાં પરશુરામ દેવમ્મનવર તરીકે ઓળખાતા ચાહકને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈકાલે રાત્રે 11 વાગ્યે તેમનું અવસાન થયું હતું. તે પુનીત રાજકુમારનો ખૂબ જ મોટો ચાહક હતો અને ટીવી પર અભિનેતાનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી અને રડતો હતો, ત્યારબાદ તે ભાંગી પડ્યો અને હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું.

પુનીત રાજકુમાર નિધનથી ફેને કરી આત્મહત્યા

આ પણ વાંચો – આર્યન ખાન ડ્રગ્સ કેસ / આર્યન ખાનને જામીન મળ્યા બાદ SRKના કો સ્ટાર પિયુષ મિશ્રાનું મોટું નિવેદન, કહ્યું-પોતાના બાળકોને..

બીજી તરફ, કર્ણાટકનાં ચામરાજનગર જિલ્લાનાં મારુર ગામનાં મુનિયપ્પા (30) નામનાં અન્ય એક ચાહકને તેના પ્રિય સ્ટારનાં મૃત્યુ વિશે જાણીને આઘાત લાગ્યો હતો. પુનીતનાં ડાય-હાર્ટ ફેનને અભિનેતાનાં મૃત્યુની જાણ થતાં જ તે સ્તબ્ધ થઈ ગયો અને ખૂબ રડવા લાગ્યો. ત્યારપછી તેને છાતીમાં દુ:ખાવો થયો અને હાર્ટ એટેકને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તે સાત વર્ષથી બેંગ્લોરમાં નાનું-મોટું કામ કરતો હતો. કોવિડ-19 લોકડાઉન બાદ તે બે વર્ષ પહેલા પોતાના વતન પરત ફર્યો હતો. પોન્નાચી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો પરંતુ ત્યા ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પુનીત ડૉ. રાજકુમાર અને પર્વતમ્માનાં પાંચ બાળકોમાં સૌથી નાના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અશ્વિની રેવંત અને બે પુત્રીઓ છે. પુનીતે મૃત્યુ બાદ તેમની આંખોનું દાન કર્યું છે અને તેમના ઉમદા કાર્ય માટે લોકો તેમની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, પુનીત રાજકુમારનાં નિધનને કારણે સમગ્ર કર્ણાટકમાં સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે ચાહકોને નિયંત્રિત કરવા માટે ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.