Not Set/ આ સ્ટેટ લેવલ હોકી પ્લેયર ચા વેચીને ચલાવી રહી છે ગુજરાન, વાંચો અનુની દિલચસ્પ સ્ટોરી

ગુડગાવ દેશમાં સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના ખેલાડીની હાલત ઘણી ખરાબ હોય છે. દેશ માટે રમ્યા હોવા છતાં પણ તેમને પોતાના ભાગની ખુશી નથી મળતી. ગુરુગ્રામમાં રાજીવનગરમાં વસવાટ કરતી ૧૪ વર્ષની સ્ટેટ હોકી લેવલની ખેલાડીની હાલત પણ કઈક આવી છે. ૧૪ વર્ષીય અનુ ચા વેચીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાડાના મકાનમાં તે પોતાની માતા […]

Top Stories India Trending
Master 1 આ સ્ટેટ લેવલ હોકી પ્લેયર ચા વેચીને ચલાવી રહી છે ગુજરાન, વાંચો અનુની દિલચસ્પ સ્ટોરી

ગુડગાવ

દેશમાં સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના ખેલાડીની હાલત ઘણી ખરાબ હોય છે. દેશ માટે રમ્યા હોવા છતાં પણ તેમને પોતાના ભાગની ખુશી નથી મળતી.

ગુરુગ્રામમાં રાજીવનગરમાં વસવાટ કરતી ૧૪ વર્ષની સ્ટેટ હોકી લેવલની ખેલાડીની હાલત પણ કઈક આવી છે. ૧૪ વર્ષીય અનુ ચા વેચીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાડાના મકાનમાં તે પોતાની માતા સાથે ત્રણ  બહેનો સાથે રહે છે.

Master આ સ્ટેટ લેવલ હોકી પ્લેયર ચા વેચીને ચલાવી રહી છે ગુજરાન, વાંચો અનુની દિલચસ્પ સ્ટોરી

તમને જણાવી દઈએ કે અનુના પિતા છેલ્લા ૮ વર્ષોથી ગાયબ છે તેમ છતાં પોલીશને આજ દિન સુધી તેમનો પતો મળ્યો નથી. અનુ જયારે પ્રેક્ટીસ માટે જાય છે તે સમયે ચાની કીટલી તેની માતા સંભાળે છે.

છેલ્લા ૨ વર્ષોથી અનુ ૪ સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચુકી છે. આવતા વર્ષ સુધીમાં તે નેશનલમાં સિલેક્ટ થઇ જાય તે માટેની તૈયારી કરી રહી છે. અનુ પ્રેકટીસની સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપે છે તે જૈબક્પુરા સીનીયર સેકન્ડરી સ્કુલની ધોરણ ૯ની વિદ્યાર્થીની છે.

સ્કુલ પૂરી થયા બાદ તે સાંજે પ્રેક્ટીસ માટે નહેરુ સ્ટેડીયમના હોકી ગ્રાઉન્ડમાં જાય છે. તેના ૨ બહેનોના લગ્ન થઇ ચુક્યા છે. ચાની કીટલી ચલાવીને તે ૨૦૦ રૂપિયા રોજનું ઈએમઆઈ ભરે છે. તેની માતાએ બહેનોના લગ્ન માટે ૧ લાખ રૂપિયા ઉધારમાં લીધા હતા.

સ્કુલ અને પ્રેક્ટીસ બાદ અનુ દિલ્લી રોડ પર આવેલી ચાની કીટલી સંભાળે છે. અનુની ગેહાજરીમાં તે જવાબદારી તેની માતા સંભાળે છે.

અનુની માતાની તબિયત સારી રહેતી નથી એક વખત તો તેમને હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે. સવિતાએ કહ્યું હતું કે તેની ૬ દીકરીઓમાંથી અનુ રમતમાં રસ ધરાવે છે. સ્કુલ, પ્રેક્ટીસ અને દુકાન ત્રણેય વસ્તુ અનુ સારી રીતે સાંભળી લે છે.

ઉલ્લેખનીય છે કે સવિતાના પતિ આજથી ૮ વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ પોતાની બહેનમાં ઘરે જઈ રહ્યા હતા તે સમયથી તેઓ ગાયબ છે. વર્ષ ૨૦૧૧માં તે લોકોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલસે તેમની ફરિયાદ પણ નોંધી નહતી અને તેના પતિની શોધખોળ પણ કરી નથી.

અનુએ જણાવ્યું હતું કે તેની માતાની સારવાર અને તેની બહેનોના લગ્નને લીધે તેમના પર દેવું થઇ ગયું છે. ચાની કીટલીની મદદથી તેઓ તે દેવું ઓછુ થઇ જાય તેના માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. માત્ર એક નાનકડી ચાની કીટલી ચલાવીને બીજી ત્રણ બહેનોનો ભણવાનો ખર્ચો ઉઠાવવો પણ  મુશ્કેલ થઇ જાય છે.

અનુનું સપનું દેશ માટે રમવાનું છે. આ સપનનાને પૂરું કરવા માટે તે અથાક પરિશ્રમ કરી રહી છે.

અનુના કોચ અશોકકુમારે જણાવ્યું હતું કે તે ઘણી મહેનતુ છે. ક્યારેય રજા લેતી નથી અને સમયસર પ્રેક્ટીસ કરવા માટે પહોચી જાય છે. જો અનુ આ જ રીતે મહેનત કરતી રહેશે તો નેશનલ ટીમમાં તેનું સિલેકશન થવું નક્કી છે.