international border/ દેશમાં ઘુસણખોરીનો પ્રયાસ! આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પકડાયા પાકિસ્તાની અને અફઘાન નાગરિકો

તરનતારન અને ગુરદાસપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના બંને સ્થળોએથી એક-એક વિદેશી નાગરિક ઝડપાયો છે.

Top Stories India
Beginners guide to 70 દેશમાં ઘુસણખોરીનો પ્રયાસ! આંતરરાષ્ટ્રીય સરહદ પાસે પકડાયા પાકિસ્તાની અને અફઘાન નાગરિકો

તરનતારન અને ગુરદાસપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના બંને સ્થળોએથી એક-એક વિદેશી નાગરિક ઝડપાયો છે. તરનતારનમાંથી BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે. સૈનિકોએ આ છોકરાને તરનતારનના એક ગામમાંથી પકડ્યો છે.

એક છોકરો માત્ર 16 વર્ષનો છે

પકડાયેલા છોકરાની ઉંમર 16 વર્ષ છે અને તેને  પોતાને પાકિસ્તાનના કાસુરનો રહેવાસી હોવાનું જાહેર કર્યું છે. આ યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને 100 રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટ મળી આવી હતી. પંજાબ ફ્રન્ટિયરના બીએસએફ પીઆરઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુરુદાસપુરમાં પણ આંતરરાષ્ટ્રીય સરહદે અફઘાન નાગરિક ઝડપાયો

ગુરુદાસપુરમાં પણ 5 ફેબ્રુઆરીના રોજ, BSF સૈનિકોએ ગુરદાસપુર જિલ્લાના એક ગામ પાસે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય વિસ્તારમાં પ્રવેશતા અફઘાન નાગરિકને પકડ્યો હતો. તેના કબજામાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી.
BSFએ તેને પકડીને વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો હતો. પંજાબ ફ્રન્ટિયરના BSF PROને ટાંકીને પણ આ માહિતી સામે આવી છે.


આ પણ વાંચો:ચૂકાદો/લક્ષગૃહ-કબ્રસ્તાન વિવાદમાં હિંદુ પક્ષની મોટી જીત,53 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો,જાણો તમામ માહિતી

આ પણ વાંચો:પ્રતિક્રિયા/કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશની ‘અલગ રાષ્ટ્ર’ની ટિપ્પણી મામલે PM મોદીએ આપી આકરી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું…

આ પણ વાંચો:દિલ્હી/CM કેજરીવાલની જાહેરાત, દિલ્હીની બસોમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત મુસાફરી