Not Set/ Qualcomm જીતી એપલ સામે કેસ, બેન થઇ શકે છે જર્મનીમાં આઈફોન

જર્મન કોર્ટે યુએસ ચીપમેકર કંપની Qualcomm નાં હિતમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ એપલ કંપની સામે પેટન્ટ ડિસ્પ્યુટને લઈને હતો. આ ચુકાદા બાદ જર્મનીમાં આઈફોનનાં વેચાણ પર પ્રતિબંધ આવી શકે છે. આ ચુકાદા બાદ iPhones 7plus, 7, 8, 8plus અને X મોડેલ પ્રભાવિત થશે. કોર્ટે આપેલા ચુકાદા મુજબ એપલ કંપની જર્મનીમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સ લાવી કે […]

World Tech & Auto
qualcommrtr Qualcomm જીતી એપલ સામે કેસ, બેન થઇ શકે છે જર્મનીમાં આઈફોન

જર્મન કોર્ટે યુએસ ચીપમેકર કંપની Qualcomm નાં હિતમાં ચુકાદો આપ્યો હતો. આ કેસ એપલ કંપની સામે પેટન્ટ ડિસ્પ્યુટને લઈને હતો. આ ચુકાદા બાદ જર્મનીમાં આઈફોનનાં વેચાણ પર પ્રતિબંધ આવી શકે છે. આ ચુકાદા બાદ iPhones 7plus, 7, 8, 8plus અને X મોડેલ પ્રભાવિત થશે.

કોર્ટે આપેલા ચુકાદા મુજબ એપલ કંપની જર્મનીમાં ફિનિશ્ડ પ્રોડક્ટ્સ લાવી કે વેચી શકશે નહી. આ આઈફોનના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવશે જો એપલ કંપની Qualcomm કંપનીને 765 મિલિયન ડોલર સિક્યુરીટી ડીપોઝીટ તરીકે જમા કરાવશે.

fcd3a005c6f98307dd71629d8e8d7b3c2b16e9b42478e7563044df7174905c7e Qualcomm જીતી એપલ સામે કેસ, બેન થઇ શકે છે જર્મનીમાં આઈફોન
Qualcomm wins Apple case, iPhone ban in Germany likely

એપલ કંપનીએ જણાવ્યું કે એમની અપીલ પેન્ડીંગ છે. iPhone 7 અને iPhone 8 મોડેલનું વેચાણ જર્મનીનાં 15 એપલ સ્ટોર પર રોકી દેવામાં આવ્યું છે. પરંતુ બધાં આઈફોન મોડેલ દેશનાં સેલફોન કેરીયર્સ અને રીસેલર પાસેથી મળી શકશે. ચુકાદામાં આઈફોન X પણ શામેલ હતો જે નવા મોડેલ સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે.