ક્રાઈમ/ સુરતમાં જમવા બાબતે ઝઘડો, ત્રણ મિત્રોએ સાથે મળી એક મિત્રની કરી હત્યા

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે.

Gujarat Surat
Untitled 8 1 સુરતમાં જમવા બાબતે ઝઘડો, ત્રણ મિત્રોએ સાથે મળી એક મિત્રની કરી હત્યા

@અમિત રૂપાપરા 

સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યારની ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હત્યારાઓની પૂછપરછ કરી ત્યારે હત્યાનું કારણ જાણતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણ કે, હત્યાનું કારણ જમવાની બબાલ હતી. જે મૃતક હતો તે હત્યારા ત્રણ ઇસમોનો મિત્ર હતો. એટલે કહી શકાય કે જમવા બાબતે થયેલા ઝઘડામાં ત્રણ મિત્રોએ સાથે મળીને એક મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ ત્રણેય મિત્રોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.

સુરતના રાંદેર વિસ્તારમાં ત્રણ મિત્રો દ્વારા એક મિત્રની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાંદેર વિસ્તારમાં ટેમ્પામાં મજૂરીનું કામ કરતા ચાર મિત્રો ભુરીયો, રઘુ, કિશન અને અરવિંદ વચ્ચે જમવાની બાબતે 30 જુલાઈના રોજ ઝઘડો થયો હતો. રઘુ, અરવિંદ અને કિશન ત્રણેય ભુરીયાને કહ્યા વગર જમવા બેસી ગયા હતા. આ વાતનું ભુરીયા ને ખોટું લાગ્યું હતું. તેથી ભુરીયાએ તેના ત્રણેય મિત્રોને કહ્યું કે, તમે શા માટે મારા વગર જમવા બેસી ગયા હતા. તમે જ્યારે જમવા બેઠા હતા ત્યારે તમારે મને ફોન તો કરવો જોઈતો હતો. આ આ વાતનો રોષ રાખીને ભુરીયો તેના ત્રણેય મિત્રોને પોતાની પાસે લાકડી રાખીને મારવા માટે શોધી રહ્યો હતો.

ત્યારબાદ ભુરીયાએ તેના મિત્રોને ગાળો પણ આપી હતી. જેથી ભુરીયાના ત્રણેય મિત્રો અરવિંદ, રઘુ અને કિશને સાથે મળી ભુરીયાને પકડ્યો હતો અને ભુરીયાના માથામાં લાકડાનો ફટકો માર્યો હતો અને ભુરીયાને ઇજા કરી આ ત્રણેય ફરાર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ આ બાબતે પોલીસને માહિતી મળતા પોલીસની PCR ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભુરીયાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભુરીયા નું મોત થયું હતું. જેથી રાંદેર પોલીસ દ્વારા અરવિંદ, રઘુ અને કિશન સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો