સુરતમાં ઘરફોડ ચોરી/ સુરતમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ, વૃદ્ધ દંપતીને બંધક બનાવીને કરી ચોરી

સુરતના અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે.પાંચ જેટલા લૂંટારૂએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપનીને બંધક બનાવીને 7 લાખ રૂપિયાની લૂંટ કરી હતી.આ મામલે સુરત પોલીસમાં ફરીયાદ નોંધાવામાં આવી છે.લૂંટરૂએ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો.

Gujarat Surat
સુરતમાં

ડાયમંડ સીટી સુરત જાણે ક્રાઈમ સીટી બની ગઈ હોય તેવુ લાગે છે. કારણ કે, સતત સુરતમાં લૂંટ, હત્યા અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં વધુ એક ઘરફોડ ચોરીની ઘટના બની છે..રણછોડ નગર સોસાયટીમાં નીતાબેન પટેલ અને કાશીરામ પટેલ નામનું વૃદ્ધ દંપતી રહે છે.જ્યારે કાશીરામ પટેલ વહેલી સવારે સમાચાર પેપર લઈને વાંચતા હતા. ત્યા એકા એક 5 જેટલા ઈસમો ચપ્પુ જેવા હથિયાર સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. અને  કાશીરામ કાકાનું મૌ દબાવી દીધુ હતી.

જો કે વૃદ્ધ વ્યક્તિએ હિંમ્મત કરીને બુમા બૂમ કરી હતી. અને તેમનો અવાજ સાભંળીને તેમના પત્ની પણ જાગી ગયા હતા.લૂંટારૂએ તેમની પત્ની નીતાબેનને પણ ધમકાવીને મૌ બંધ કરીને બંધક બનાવી લીધા હતા. અને સાત લાખ રોકડ રૂપિયાની ચોરી કરી હતી.

સમગ્ર મામલાને લઇને વૃધ્ધ દંપતીએ સુરત પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી હતી. સમગ્ર ઘટના મકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં 5 લૂંટારૂ ઘરમાં ઘૂસતા દેખાઈ રહ્યા છે. અને લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ બાઈક પર ભાગતા પણ દેખાઈ રહ્યા છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી લૂંટારૂની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં વારમ વારમ આવી ઘટના સામે આવવાના કારણે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. કારણે કે, ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સુરતથી આવે છે.ત્યારે આ વૃદ્ધ દંપતીના ચોરી થયેલા પૈસા ક્યારે પરત મળે છે. અને પોલીસ આરોપીઓને ક્યારે પકડે છે. તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:ડીસા પોતાની ઓળખ બટાકા ગુમાવી રહ્યું છે? ભાવમાં 50 ટકાનો થયો ઘટાડો

આ પણ વાંચો:ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું

આ પણ વાંચો:લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ