Not Set/ રાબડી દેવીનો ગંભીર આરોપ: ” મારા પરિવારના હત્યાની સાજીશ રચવામાં આવી રહી છે.”

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો છે. તેમણે જણાવ્યું હતું કે 9 વાગ્યા પછી સુરક્ષા હટાવી દેવામાં આવી છે. આખરે સરકાર શું કરી રહી છે? “વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને તેમના પરિવારની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”   The security was revoked at 9 in the […]

India
images 7 રાબડી દેવીનો ગંભીર આરોપ: " મારા પરિવારના હત્યાની સાજીશ રચવામાં આવી રહી છે."

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો છે. તેમણે જણાવ્યું હતું કે 9 વાગ્યા પછી સુરક્ષા હટાવી દેવામાં આવી છે. આખરે સરકાર શું કરી રહી છે?

“વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમની અને તેમના પરિવારની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.”

 

 

રાબડી દેવીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખીને જણાવ્યું હતું કે જો મને કે મારા કોઈ પરિવારજન સાથે કોઈ ઘટના ઘટશે તો તેનું જિમ્મેદાર ગૃહ મંત્રાલય હશે. આપને જણાવી દઈએ કે સીબીઆઇ ની છાપેમારી બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના આવાસ સ્થાન પરથી 32 બિહાર સૈન્ય પોલીસના જવાનોને રાજ્ય સરકારે પાછા બોલાવી લીધા હતા.

 

 

10 એપ્રિલના રોજ સીબીઆઈ ની ટીમ પટના સ્થિત રબડી દેવીના આવાસ સ્થાન પર પહોંચી હતી અને ચાર કલાક સુધી તેમની અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે પૂછપરછ કરી હતી.

સુત્રોથી મળેલી જાણકારીઓ પ્રમાણે, સીબીઆઈ ના સાત સદસ્યીય ટીમ મંગળવારે લગભગ બે વાગે અચાનક રાબડી દેવીના આવાસ સ્થાન પર પહોંચી હતી. કથિત રેલ્વે ઘોટાલામાં આરોપી બનાવ્યા પછી સીબીઆઈ એ રબડી દેવીની પહેલી વાર પૂછપરછ કરી હતી સાથોસાથ સીબીઆઈ એ તેજસ્વી યાદવનું પણ બયાન પણ લીધું હતું. ગત વર્ષ ઓકટોબરમાં તેજસ્વી અને લાલુપ્રસાદ યાદવ સાથે દિલ્લીમાં પૂછપરછ થઇ ચુકી છે. આ કેસમાં રાબડી દેવી અને તેજસ્વી યાદવને આરોપી માનવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવે રેલમંત્રી રહેવા દરમિયાન રાંચી અને પુરીના રેલવે હોટલના જાળવણી માટે ટેન્ડર કોચર બંધુઓને દીધું હતું. કોચર બંધુ સુજાતા હોટલના માલિક છે. કોચર બંધુએ વર્ષ 2005 માં પટના સ્થિત ત્રણ એકડ જમીનને દસ સેલ ડીડ દ્વારા સરલા ગુપ્તાની કંપની ડીએમસીએલને સ્થાનાંતરિત કરી હતી. ત્યાર પછી આ જમીનને રાબડી દેવી અને તેજસ્વીના સ્વામિત્વવાળા લારા પ્રોજેક્ટને દઈ દેવામાં આવી હતી.