IPL 2021/ દુનિયાની લોકપ્રિય League માં આ કારનામો કરનાર રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલ રવિવારે સતત ચાર IPL સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

Sports
11 47 દુનિયાની લોકપ્રિય League માં આ કારનામો કરનાર રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલ રવિવારે સતત ચાર IPL સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. રાહુલે શારજાહમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 39 રનની પરાજય દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. રાહુલે IPL 2021 માં 12 મેચમાં 528 રન બનાવ્યા છે. તેણે 52.80 ની એવરેજ અને 129.09 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, જેમાં પાંચ અડધી સદીઓ પણ સામેલ છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનનાં સ્ટાર ખેલાડી બાબર આઝમે T20 WorldCup પહેલા ટીમ ઈન્ડિયાનું વધાર્યું ટેન્શન

આપને જણાવી દઇએ કે, કેએલ રાહુલ 2018 માં પંજાબ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો. તેણે આ ફ્રેન્ચાઇઝી માટે દરેક સીઝનમાં રન બનાવ્યા છે. 2018 ની સીઝનમાં રાહુલે 14 મેચમાં 6 અડધી સદીની મદદથી 659 રન બનાવ્યા હતા. તેની એવરેજ 54.91 અને સ્ટ્રાઇક રેટ 158.41 હતી. ત્યારબાદ 2019 માં પણ રાહુલનાં બેટે ચમત્કાર કર્યો હતો. તેણે 14 મેચમાં 1 સદી અને 6 અડધી સદીની મદદથી 593 રન બનાવ્યા હતા. પછી તેની એવરેજ 53.09 અને સ્ટ્રાઇક રેટ 135.38 હતી. ગયા વર્ષે ટુર્નામેન્ટ UAE માં યોજાઈ હતી. રાહુલને UAE ની પીચ ગમી, જ્યાં તેણે 14 મેચમાં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 670 રન બનાવ્યા હતા. તેની એવરેજ 55.83 હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 129.34 હતો. ઉપરની વર્તમાન સીઝનનાં આંકડા અમે તમને પહેલાથી જ જણાવી ચૂક્યા છીએ. જો આપણે રાહુલની એકંદર IPL કારકિર્દીની વાત કરીએ તો તેણે 93 મેચમાં 3175 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 26 અડધી સદી સામેલ છે. તેની એવરેજ 46.01 હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 134.64 હતો.

આ પણ વાંચો – IPL 2021 / Playing Eleven માં સ્થાન ન મળતા વોર્નર દર્શક સ્ટેન્ડમાં ટીમને Support કરતો જોવા મળ્યો, Video

આપને જણાવી દઈએ કે, રાહુલ સિવાય, માત્ર બે ભારતીય ખેલાડીઓ છે, જેમણે સતત બે IPL સીઝનમાં 500 અથવા તેેથી વધુ રન બનાવ્યા છે. જેમાં સચિન તેંડુલકર (2010 અને 2011) અને વિરાટ કોહલી (2015 અને 2016) નો સમાવેશ થાય છે. જો કે, સળંગ સીઝનમાં 500 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદનાં ડેવિડ વોર્નરનાં નામે છે.