Not Set/ રાહુલ ગાંધીએ મોદી સરકારનાં 100 દિવસ પૂર્ણ થવા પર કર્યો કટાક્ષ, પાઠવ્યા આ રીતે અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મના 100 દિવસ પૂરા કર્યા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ મોદી સરકાર 2.0 ની 100 દિવસીય સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. માનવ સંસાઘન મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મોદી સરકારે છેલ્લા ત્રણ મહિનામાં લીધેલા મહત્વાકાંક્ષી નિર્ણયો વિશે જણાવ્યું હતું. દરમિયાન, વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકારના […]

Top Stories India
1553613763 2265 રાહુલ ગાંધીએ મોદી સરકારનાં 100 દિવસ પૂર્ણ થવા પર કર્યો કટાક્ષ, પાઠવ્યા આ રીતે અભિનંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મના 100 દિવસ પૂરા કર્યા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ મોદી સરકાર 2.0 ની 100 દિવસીય સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. માનવ સંસાઘન મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મોદી સરકારે છેલ્લા ત્રણ મહિનામાં લીધેલા મહત્વાકાંક્ષી નિર્ણયો વિશે જણાવ્યું હતું.

દરમિયાન, વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોદી સરકારના બીજા કાર્યકાળનાં 100 દિવસ પૂરા થવા પર સીધો જ સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, ‘100 દિવસ નો વિકાસ’ નહી થવા પર મોદી સરકારની બીજી ટર્મને અભિનંદન પાઠવ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘અભિનંદન મોદી સરકારનાં 100 દિવસ કોઇપણ વિકાસ કાર્ય ન કરવા માટે (100daysNoVikas), લોકશાહીનો સતત નાશ કરવા બદલ, આલોચનાત્મક મીડિયાનું ગળુ દબાવવા માટે. સ્પષ્ટ નેતૃત્વનો અભાવ, આપણી અટકેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની દિશા અને યોજનાઓનાં અભાવ માટે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે, નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે 100 દિવસમાં ઘણા પ્રશંસનીય કાર્યો કર્યા છે. જનતાનાં કલ્યાણ માટે, મોદી સરકારે આ ત્રણ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે તેને મુખ્ય પ્રવાહમાં લાવવાની અથવા ત્રિપલ તલાકને સમાપ્ત કરવાની બાબત હોય. તેમણે કહ્યું કે, સંસદનાં ઇતિહાસમાં પહેલીવાર ચોમાસું સત્ર કોઈ અડચણ વિના પૂર્ણ થયું અને આ દરમિયાન 30 મહત્વપૂર્ણ બિલ પસાર થયા. લોકસભાની ઉત્પાદકતા 137 ટકા અને રાજ્યસભામાં 103 ટકા જોવા મળી. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનાં લક્ષ્યને પૂર્ણ કરવા માટે, મોદીએ દેશમાં રોકાણને વેગ આપવા અને નોકરીઓની અસર વધારવા માટે બે કેબિનેટ સમિતિઓની રચના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.