Politics/ દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન

દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે એટલે કે આજે કોરોના વાયરસ સામે #SpeakUpToSaveLives અભિયાન શરૂ કર્યું છે.

Top Stories Trending
123 214 દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન

દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે એટલે કે આજે કોરોના વાયરસ સામે #SpeakUpToSaveLives અભિયાન શરૂ કર્યું છે.

બેકાબુ કોરોના / ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને WHO ચિંતિત, સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- કોવિડ-19 નાં સાંચા આંકડા બતાવવા જરૂરી

રાહુલ ગાંધીએ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, આપણા દેશને આ નિર્ણાયક સમયમાં મદદની જરૂર છે. તો ચાલો આપણે લોકોનું જીવન બચાવવા, #SpeakUpToSaveLives અભિયાનમાં જોડાવા અને કોરોના સામેની આપણી લડતને મજબૂત બનાવવા માટે શક્ય તે બધું કરીએ.” કોંગ્રેસે પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલને આ અભિયાનમાં વધુ લોકોને સામેલ કરવા અપીલ કરી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, “કોરોના સંકટની સામે લડવા માટે સત્તાની ઘોર ઉદાસીનતાએ પરિસ્થિતિને ભયાનક બનાવી દીધી છે. તેથી, અવાજ ઉઠાવવો જરૂરી છે, જેથી જીવન બચાવી શકાય, જેથી દર્દીઓને દવાઓ મળે અને લોકોને રસી મળે. “અન્ય એક ટવીટમાં કોંગ્રેસે આ ઝુંબેશ વિશે લખ્યું કે,” પથારી, ઓક્સિજન, આવશ્યક દવાઓનાં અભાવને કારણે જીવન દમ તોડી રહ્યુ છે. આ પાછળ જવાબદાર ભાજપાનું કુપ્રબંધન છે. આવો અમારા અભિયાનમાં જોડાઓ (SpeakUpToSaveLives) અને ભાજપ દ્વારા સર્જાયેલી અવ્યવસ્થા સામે અવાજ ઉઠાવો અને દેશવાસીઓનાં જીવ બચાવવા કેન્દ્ર સરકાર સામે માંગણી કરી છે.”

https://twitter.com/RahulGandhi/status/1391971774976253958?s=20

રાજકારણ / ભાજપનાં સાંસદ રાજીવ પ્રતાપ રૂડીની એમ્બ્યુલન્સ કાંડની પોલ ખોલનાર પપ્પુ યાદવની ધરપકડ

કોંગ્રેસે આ ઝુંબેશ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, “વડા પ્રધાન દરેક સભાને ‘ઉચ્ચ સ્તરીય સભા’ તરીકે નામ આપીને દેશવાસીઓને મૂંઝવતા હોય છે.” પરંતુ તે કહેવાતી ઉચ્ચ-સ્તરની બેઠકો પછી પણ, ઓક્સિજન, પલંગ, દવાઓ, રસી જેવી સમસ્યાઓ હલ કરવામાં આવી નથી.” દેશમાં 11 મે નાં રોજ છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19 નાં 3,29,942 નવા કેસ નોંધાયા છે, અને 3,876 લોકો મૃત્યુ પામ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 3,56,082 લોકો રિકવર થયા છે. આજે નવા કેસમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 25 હજારથી વધુ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,49,992 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 37,15,221 છે. વળી 1,90,27,304 લોકો ઠીક થઇ ચુક્યા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,29,92,517 છે.

majboor str 7 દેશમાં કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ શરૂ કર્યુ #SpeakUpToSaveLives અભિયાન