Not Set/ રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન કરનાર મુંબઈ યુનિવર્સિટીનાં ડિરેક્ટર યોગેશ સોમનને ફરજિયાત રજા પર મોકલી દેવાયા

મુંબઈ યુનિવર્સિટીએ એકેડેમી ઓફ આર્ટના ડિરેક્ટર યોગેશ સોમનને બળજબરીથી રજા પર મોકલી આપ્યા છે. સોમન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ એક સમિતિની રચના પણ કરી છે. યુનિવર્સિટીના કુલપતિ સુહાશ પેડનકરે સોમવારે આ મામલે નિદર્શન કરનારા વિદ્યાર્થીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું છે કે […]

Top Stories India
rahul yogesh રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદન કરનાર મુંબઈ યુનિવર્સિટીનાં ડિરેક્ટર યોગેશ સોમનને ફરજિયાત રજા પર મોકલી દેવાયા

મુંબઈ યુનિવર્સિટીએ એકેડેમી ઓફ આર્ટના ડિરેક્ટર યોગેશ સોમનને બળજબરીથી રજા પર મોકલી આપ્યા છે. સોમન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલાની તપાસ માટે યુનિવર્સિટીએ એક સમિતિની રચના પણ કરી છે.

યુનિવર્સિટીના કુલપતિ સુહાશ પેડનકરે સોમવારે આ મામલે નિદર્શન કરનારા વિદ્યાર્થીઓને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ઉપરાંત, ડિરેક્ટર યોગેશ સોમનને રજા પર મોકલી દેવાયા છે.

ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ આર્ટ એકેડેમીના ડિરેક્ટર યોગેશ સોમનને હટાવવાની માંગ કરી રહ્યા છે. સોમન પર આરોપ છે કે તેણે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. તેમણે નાગરિકત્વ કાયદા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

પેડનેકરે વિદ્યાર્થીઓને સંબોધિત કરેલા તેમના પત્રમાં લખ્યું છે કે તપાસ સમિતિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોની તપાસ કરશે. અમે સોમન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે હાલ શક્ય થયું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.