કૃષિ આંદોલન/ ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’

દેશનાં ઘણા રાજ્યોનાં ખેડૂતો કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ઉભા રહ્યા છે અને આ કાયદાઓને પાછો ખેંચવા માંગણી કરી રહ્યા છે. સરકાર સાથેની પાંચ રાઉન્ડની વાતચીતમાં કોઈ સમાધાન ન મળતા ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ, સપા, બસપા અને આમ આદમી પાર્ટી સહિતનાં વિપક્ષનાં ઘણા પક્ષોએ દેશના અન્નદાતાની […]

Top Stories India
corona 83 ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ - 'અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે'

દેશનાં ઘણા રાજ્યોનાં ખેડૂતો કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ઉભા રહ્યા છે અને આ કાયદાઓને પાછો ખેંચવા માંગણી કરી રહ્યા છે. સરકાર સાથેની પાંચ રાઉન્ડની વાતચીતમાં કોઈ સમાધાન ન મળતા ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે.

કોંગ્રેસ, સપા, બસપા અને આમ આદમી પાર્ટી સહિતનાં વિપક્ષનાં ઘણા પક્ષોએ દેશના અન્નદાતાની સાથે હોવાનું જાહેર કરતાં, ખેડૂતોનાં આ ભારત બંધને સમર્થન આપ્યું છે. આ દરમિયાન કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, કૃષિ કાયદાને રદ કરવાથી ઓછુ કંઇ પણ મંજૂર નથી. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે. વધુ કંઇ મંજૂર નથી!’ આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનાં આંદોલનનો આજે 12 મો દિવસ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચ તબક્કાની વાટાઘાટો થઈ ચુકી છે, પરંતુ ખેડૂતો તેમની માંગ પર મક્કમ છે. ખેડૂતોએ સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવા અને આ ત્રણેય કાયદા તાત્કાલિક પાછા લેવા જણાવ્યું છે. ખેડૂતોએ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા મંગળવારે ભારત બંધનું એલાન પણ આપ્યું છે.

વળી કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ખેડૂતોની વાત નહીં સાંભળવા અને દિલ્હીમાં નવી સંસદ બનાવવા બદલ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘ભાજપ સરકાર પાસે 20,000 કરોડનો નવો સંસદ કોરિડોર બનાવવા અને 16,000 કરોડનાં પીએમ માટે વિશેષ જહાજ ખરીદવા માટેનાં પૈસા છે. પરંતુ, યુપીનાં શેરડીનાં ખેડૂતોને 14,000 કરોડની ચુકવણી કરવા પૈસા નથી. 2017 થી શેરડીનાં ભાવમાં વધારો થયો નથી. આ સરકાર ફક્ત અબજોપતિઓનો જ વિચાર કરે છે.’

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો