Not Set/ રાહુલનો PM પર કટાક્ષ – જુઠ્ઠુ બોલવામાં અમે તેમની સાથે સ્પર્ધા ન કરી શકીએ

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. બાલ્મિકી નગરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી અને લોકડાઉનનો ઉદ્દેશ એક જ હતો.

Top Stories India
db 17 રાહુલનો PM પર કટાક્ષ - જુઠ્ઠુ બોલવામાં અમે તેમની સાથે સ્પર્ધા ન કરી શકીએ

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. બાલ્મિકી નગરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી અને લોકડાઉનનો ઉદ્દેશ એક જ હતો. તે નાના ખેડૂતો, નાના ઉદ્યોગો, વેપારીઓ અને મજૂરોનો નાશ કરવાનો હતો.

કમળનાં નિશાનવાળું માસ્ક પહેરીને પહોંચ્યા BJP નેતા, દાખલ થઇ શકે છે કેસ

રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે વડા પ્રધાન પ્રવચનોમાં નથી કહેતા કે તેઓ 2 કરોડ યુવાનોને નોકરી આપશે. તે જાણે છે કે તે જૂઠું બોલે છે અને લોકો પણ તેને જાણે છે. હું બાંહેધરી આપું છું કે જો વડા પ્રધાન અહીં આવશે અને કહેશે કે તેઓ 2 કરોડ નોકરીઓ આપશે, તો ભીડ તેનો પીછો કરશે.

CM રૂપાણીએ કહ્યુ- કોંગ્રેસનાં કારણે પક્ષપલટો શરૂ થયો, આ પાર્ટીએ માત્ર…

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે દેશને દિશા આપી હતી. અમે મનરેગા આપ્યો, ખેડૂતોનું દેવું માફ કર્યું. આપને જણાવી દઇએ કે, દેશ કેવી રીતે ચલાવવો, ખેડૂતોની સાથે ઉભા રહેવું અને રોજગાર પેદા કરવો તે આપણે જાણીએ છીએ, પરંતુ હા, આપણી પાસે એક વસ્તુનો અભાવ છે – અમે જૂઠાણું જાણતા નથી. અમે તેમની (પીએમ) સાથે જૂઠ બોલવામાં સ્પર્ધા કરી શકતા નથી.