ચોમાસું/ ગુજરાતમાં સર્વત્ર વરસાદ,રાજ્યમાં ભારે વરસાદથી આટલા લોકોના થયા મોત

રાજ્યમાં મેઘરાજાએ સમયસર આગમન કરી દીધું છે, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે ગરમીમાં રાહત થઇ છે

Top Stories Gujarat
2 26 ગુજરાતમાં સર્વત્ર વરસાદ,રાજ્યમાં ભારે વરસાદથી આટલા લોકોના થયા મોત

રાજ્યમાં મેઘરાજાએ સમયસર આગમન કરી દીધું છે, ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે ગરમીમાં રાહત થઇ છે. આ વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ મહાનગર પાલિકાના મોન્સુન પ્લાનની પોલ ખોલી નાંખી છે.અતિભારે વરસાદના લીધે રાજ્યમાં   6 લોકોના મોત નિરપજ્યાના સમાચાર સામે આવ્યા છે.

દુર્ઘટના/ મોરબીના હળવદમાં ભારે વરસાદના લીધે દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોના મોત

ભારે વરસાદના લીધે ગત મોડીરાત્રે અનેક સ્થળો પર વીજળી અને દિવાલ ઘસી પડતા રાજ્યમાં 6 લોકોના મોત નિપજ્યા છે. મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં એક-એક મહિલાના મોત થયા હતા. બીજી તરફ, હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત કુલ ત્રણના મોત નિપજ્યાં હતા. જ્યારે મલેકપુરના ખુંદી ગામે ઝાડ પર વીજળી પડતાં વૃક્ષો નીચે બાંધેલા બે પશુના મોત નિપજ્યાં હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતા, બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નિપજ્યું હતું.

વરસાદ /અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…