હવામાન/ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, ગરમીથી રાહત

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ  વરસી રહ્યો છે.

Ahmedabad Top Stories Gujarat
green fungus 7 અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, ગરમીથી રાહત

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ  વરસી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરીજનો અસહ્ય ગરમી અને બાફથી પરેશાન હતા. જેમાં શહેરીજનોને મોટી રાહત મળી છે. અમદાવાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ આવતા શહેરીજનોમે ગરમીથી છુટકારો મેળવ્યો છે. શાહપુર, દરિયાપુર, સાબરમતી,  અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આખા દિવસ ના ભારે ઉકળાટ બાદ અમદાવાદ ના પૂર્વ માં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. લોકો છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરતા હતા. પરંતુ સમી સાંજ બાદ રાત્રિના આગમન સાથે વરસાદી ઝાપટું પડતાં લોકોમાં આનંદની લાગણી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી.

જો કે ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદ ને કારણે અને રોડ ઉપર પડેલા ખાડાઓને કારણે લોકોને  વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.