duplicate note/ રાજકોટમાં 23.44 લાખની રૂ.500 અને રૂ.100ની નકલી નોટો પકડાઇ, પોલીસે ત્રણની કરી ધરપકડ

ડુપ્લીકેટ નોટોને પકડવા માટે ઘણી મથામણ ચાલતી રહેતી હોય છે. એવામાં આજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાખોની કિંમતની ડુપ્લીકેટ નોટ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા 100 અને 500ની મળી કુલ 4957 ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot Gujarat
duplicate note

રાજકોટ(rajkot) ક્રાઇમ બ્રાન્ચ(crime branch) એ  મોટું ઓપરેશન(operation) પાર પાડ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને તેમની ટીમને એક બાતમી મળી હતી, જેને આધારે તેમની ટીમે અલગ અલગ બે જગ્યાએ રેડ કરી હતી. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર પાટિદાર ચોક નજીક પામ સિટી પાસે આવેલી નીરા ડેરી અને મોરબી રોડ પર અમૃત પાર્કમાં વિશાલ ગઢિયાના મકાનમાં દરોડો પાડી રૂપિયા 100 અને 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો પકડી પાડવામાં આવી છે.

પોલીસે રેડ દરમિયાન 23.44 લાખની કુલ રૂપિયા 100ની 335 ડુપ્લીકેટ નોટ અને રૂપિયા 500ની 4622 ડુપ્લીકેટ નોટ કબ્જે કરી ત્રણ શખસો નિકુંજ ભાલોડીયા, વિશાલ ગઢીયા અને વિશાલ બુદ્ધદેવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે સ્થળ પરથી ચલણી ડુપ્લીકેટ નોટો બનાવવા વપરાતા સ્કેનર અને પ્રિન્ટર મશીન તેમજ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

RBIએ તાજેતરમાં જ બે હજારની નોટ બંધ કરી છે અને આ વચ્ચે રાજકોટ પોલીસે મોટા પ્રમાણમાં નકલી નોટો ઝડપી પાડી છે. નિકુંજ ભાલોડિયા નામનો વ્યકિત સ્કેનર અને ફોટોશોપની મદદથી ચલણી નોટ બનાવતો હતો. નિકુંજ ભાલોડિયા સાથે વિશાલ ગઢવી અને વિશાલ બુદ્ધદેવને પણ ઝડપી પાડ્યા છે.

આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જેમાં નિકુંજ પાલડીયા જે 35 વર્ષના છે અને મોરબી રોડ પર આવેલ અમૃત પાર્કમાં રહે છે અને તેમના મકાનમાંથી બનાવટી નોટો મળી આવી છે તો બીજા આરોપી વિશાલ બુધદેવ જે 39 વર્ષના છે અને  સાધુ વાસવાણી રોડ પર આવેલ પામ સીટી ફ્લેટમા રહે છે.

તેમજ અન્ય વિશાલ ગઢીયા તેઓ પાટીદાર ચોક બાલાજી પાર્ક મીરા મકાન સાધુવાસવાણી રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે આમ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેટલા સમયથી આ ચલણી નોટનો કારોબાર ચલાવતા હતા અને કઈ રીતે ચલાવતા હતા અને ક્યાં ક્યાં ચલણી નોટો ઘુસાડવાનો પ્રયત્ન કર્યો છે તે સહિતનો હાલ રાજકોટ ક્રાઇમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત/રાજકોટ નકલી નોટ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે પાંચ શખ્શોની કરી ધરપકડ

આ પણ વાંચો: Gujarat/SOGએ ભાવનગરમાં સૌથી મોટું નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપી પાડયું