Not Set/ જસદણ : કોંગ્રેસના MLA સામે કુંવરજીના ટેકેદારને લાંચ આપવાનો આરોપ, ઓડિયો વાયરલ

જસદણ, જસદણ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પર રૂપિયાની લાલચ આપીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવા અંગેની ફરિયાદ ચૂંટણી પંચમાં થઇ છે. ગજેન્દ્ર રામાણી દ્વારા કુંવરજી બાવળિયાના ટેકેદારને રૂપિયા 25000 હજારની લાલચ આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ કુંવરજી બાવળિયાના ટેકેદારા અને પાંચવડા ગામના માજી સરપંચને […]

Top Stories Gujarat Others Videos
mantavya 233 જસદણ : કોંગ્રેસના MLA સામે કુંવરજીના ટેકેદારને લાંચ આપવાનો આરોપ, ઓડિયો વાયરલ

જસદણ,

જસદણ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પર રૂપિયાની લાલચ આપીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવા અંગેની ફરિયાદ ચૂંટણી પંચમાં થઇ છે.

ગજેન્દ્ર રામાણી દ્વારા કુંવરજી બાવળિયાના ટેકેદારને રૂપિયા 25000 હજારની લાલચ આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ કુંવરજી બાવળિયાના ટેકેદારા અને પાંચવડા ગામના માજી સરપંચને ફોન કરવામાં આવ્યો હતો.

ફોનમાં તેમણે કુંવરજીનો સાથ નહિં આપવા માટે 25000 હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. જેની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે.