Not Set/ રાજકોટ/ કાર ચાલક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર, LRD જવાન સસ્પેન્ડ

LRD જવાનને કર્યો સસ્પેન્ડ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કર્યો સસ્પેન્ડ કાર ચાલક સાથે કર્યુ હતું ઉદ્ધતાઈભર્યુ વર્તન દેવજીભાઈ સોલંકી નામના એલઆરડી જવાનને કર્યા સસ્પેન્ડ 71 માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના કારણે રાજકોટ શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ બંદોબસ્ત માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.  કુલ 1300 પોલીસ જવાનોનો સ્ટાફ […]

Gujarat Rajkot
જામ 8 રાજકોટ/ કાર ચાલક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર, LRD જવાન સસ્પેન્ડ
  • LRD જવાનને કર્યો સસ્પેન્ડ
  • જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ કર્યો સસ્પેન્ડ
  • કાર ચાલક સાથે કર્યુ હતું ઉદ્ધતાઈભર્યુ વર્તન
  • દેવજીભાઈ સોલંકી નામના એલઆરડી જવાનને કર્યા સસ્પેન્ડ

71 માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. જેના કારણે રાજકોટ શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસ પણ બંદોબસ્ત માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.  કુલ 1300 પોલીસ જવાનોનો સ્ટાફ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સારી રીતે થઈ શકે તે માટે ફરજ પર હાજર રાખવામાં આવ્યો હતો.

ફરજ દરમિયાન રાજકોટના કે. કે. વી સર્કલ પાસે આમ નાગરિક સાથે LRD  જવાન ઉદ્ધત વર્તન કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલે ભોગ બનનાર કારચાલકે પોલીસ જવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ વીડિયો રાજકોટ પોલીસ પાસે પહોંચ્યો હતો.

વાયરલ વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ કરતા વીડિયોમાં કાર ચાલક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરનાર રાજકોટ ગ્રામ્ય પોલીસનો લોક રક્ષક દળનો જવાન દેવજીભાઈ મેઘજીભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે.

દેવજીભાઈ રાજકોટ રૂરલના મવડી હેડ કવાર્ટર ખાતે મેઇન ગેટ પર ફરજ બજાવે છે. દેવજીભાઈ સામે અભદ્ર વર્તન માટે રાજકોટ સીટી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જયારે કાર ચાલક ચિંતન દોશીએ જણાવ્યું હતું કે, રાજકોટના કે.કે.વી સર્કલ પાસે પોલીસે ડાબી બાજુ વળવા માટે કેટલાક પોલ ઊભા કર્યા છે. જેથી ડાબી બાજુ વળવા માંગતા વાહનચાલકો કોઈપણ જાતની અડચણ વગર ડાબી બાજુ વળી શકે.

ત્યારે કે. કે. વી હોલ ચોક નજીક રોંગ સાઈડમાંથી બાઇક કાઢવા બાબતે પોલીસ જવાને મારી સાથે માથાકૂટ કરી હતી.” આ સમગ્ર મામલે વીડિયોમાં પણ સ્પષ્ટ જોઇ શકાય છે કે લોક રક્ષક દળના જવાન દ્વારા કાર ચાલક ચિંતન દોશીને જોઈ લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સાથે સાથે આ જવાન ગાળ પણ બોલી રહ્યો છે. એલઆરડી જવાન પોલીસ તરીકેનો રૂઆબ બતાવીને સામાન્ય જનતાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.