TRP Gaming zone/ હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે………

Top Stories Rajkot Gujarat Breaking News
Image 2024 05 26T083024.944 હૈયાફાટ રૂદનથી કંપી ઉઠી રાજકોટ સિવિલ હોસ્પિટલ

Rajkot: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આગની જ્વાળામાં લોકો હોમાઈ જતાં મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતદેહ મૂકવાની જગ્યા રહી નથી. પરિવારજનોએ પોતાના પતિ, પુત્ર, પત્ની સહિતનાનો ગુમાવતાં આક્રંદ કરતાં જોવા મળી રહ્યાં છે. કોઈએ પિતા ગુમાવ્યા છે તો કોઈએ દીકરી ગુમાવી છે. ગેમિંગ ઝોનના સંચાલકોની બેદરકારીનું પરિણામ નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું છે. મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં ચોધાર આંસુએ રડી રહ્યાં છે. પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે, ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે.

મૃતદેહોને ઓળખવા તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે. તોબીજી બાજુ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને લલિત વસોયાએ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે SITની રચના, CM ભુપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા

આ પણ વાંચો: રાજકોટ TRP ઝોન મામલે થયાં મોટા ખુલાસા