Not Set/ સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ,ભાજપના અગ્રણી સામે મહિલાની ફરિયાદ

રાજકોટ રાજકોટમાં હેતલબેન મકવાણા નામની મહિલા દ્વરા સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ કરવામાં આવ્યો  છે. જેમાં તે નિષ્ફળ થઇ હતી. ત્યારે  પોલીસ દ્વારા તેમની અટકાયક કરી તેમની પાસેથી કેરોસીન જપ્ત કર્યુ. મહિલા સાથે અન્ય ૨ મહિલા તથા એક પુરુષની પણ અટકાયત કરવામાં આવી છે. મહિલાનો આક્ષેપ છે કે પડધરી ભાજપના પૂર્વ ધારાસભ્ય સહીત અન્ય ૧૩ […]

Gujarat Rajkot Trending
ahmd 11 સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ,ભાજપના અગ્રણી સામે મહિલાની ફરિયાદ

રાજકોટ

રાજકોટમાં હેતલબેન મકવાણા નામની મહિલા દ્વરા સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ કરવામાં આવ્યો  છે. જેમાં તે નિષ્ફળ થઇ હતી. ત્યારે  પોલીસ દ્વારા તેમની અટકાયક કરી તેમની પાસેથી કેરોસીન જપ્ત કર્યુ.

ahmd 13 સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ,ભાજપના અગ્રણી સામે મહિલાની ફરિયાદ

મહિલા સાથે અન્ય ૨ મહિલા તથા એક પુરુષની પણ અટકાયત કરવામાં આવી છે. મહિલાનો આક્ષેપ છે કે પડધરી ભાજપના પૂર્વ ધારાસભ્ય સહીત અન્ય ૧૩ જણા દ્વારા તેમના પતિ ઉપર પડધરી ખાતે જીવલેણ હુમલો થયો હતો.

ahmd 12 સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ,ભાજપના અગ્રણી સામે મહિલાની ફરિયાદ

તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરી નથી. આરોપીઓના નામ FIRમાં દાખલ કરવા  માંગણી  સાથે તે સીએમ બંગલે સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

ahmd 10 સીએમ બંગલા પાસે આત્મવિલોપનો પ્રયાસ,ભાજપના અગ્રણી સામે મહિલાની ફરિયાદ

મહત્વનું છે કે પડધરીના નાની અમરેલી ગામે થોડા દિવસ પહેલા મારામારી થઈ હતી. જે મામલે ભાજપના માજી ધારાસભ્ય રમેશ રૂપાપરાનું નામ FIRમાં દાખલ કરવાની માંગ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જેને લઈને પ્રકાશ સોસાયટી ખાતે આવેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.