Not Set/ જસદણમાં કોંગ્રેસની જન સમર્થન સભા,’ઠાકુર,મામા તો ગયો ઔર બાવળિયા ભી ગયો’: નવજોત સિદ્ધુ

રાજકોટ, રાજકોટમાં જસદણની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમના ઉમેદવાર અવસર નાકિયા માટે પ્રચાર કરી રહ્યા છે. જન સમર્થન સભામાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને નવજોતસિંહ સિંદ્ધુ હાજર રહ્યા હતા. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું […]

Top Stories Gujarat Rajkot
mantavya 204 જસદણમાં કોંગ્રેસની જન સમર્થન સભા,’ઠાકુર,મામા તો ગયો ઔર બાવળિયા ભી ગયો’: નવજોત સિદ્ધુ

રાજકોટ,

રાજકોટમાં જસદણની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમના ઉમેદવાર અવસર નાકિયા માટે પ્રચાર કરી રહ્યા છે.

જન સમર્થન સભામાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને નવજોતસિંહ સિંદ્ધુ હાજર રહ્યા હતા. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું ખાસ આકર્ષણ નવજોતસિંહ સિંદ્ધુ રહ્યા હતા.

છેલ્લી ઘડીના પ્રચારમાં કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યી હોય તેવું લાગી રહ્યું છે. સભા સંબોધતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

નવજોતસિંહ સિંદ્ધુએ પંજાબી ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી અને પ્રધાનમંત્રીની મિમિક્રી કરી પ્રહારો કરવાની શરૂઆત કરી હતી.

હર દિન દુખી મનમેં તુમ્હે ઉમંગ નયી ભરની હેં, હર આશાહીન હ્યદય મેં તરંત તુમ્હે ભરની હેં, મહાભારત હર યુગ કી અટલ જરૂરત હેં. બનકે અર્જુન સચ્ચાઇ કી જંગ તુમ્હેં લડની હેં’ સિદ્ધુએ કહ્યું કે સચ્ચાઇની જંગ અને ખેડૂતોની પાઘડી માટે સિદ્ધુ આજ આવ્યો છે.

સિદ્વુએ કહ્યું કે ખેડૂતો રાજા છે મામા ગયા અને હવે બાવળિયાનો વારો છે. મહત્વનું છે કે, કોંગ્રેસને સ્ટાર પ્રચારકોની કેટલી મદદ ચૂંટણીમાં મળે છે તે તો આવનારો સમય જ બતાવશે.