રાજકોટ/ ચાર શખ્સોએ ચાકુના ઘા ઝીંકી 16 વર્ષના તરુણની જાહેરમાં કરી હત્યા

રંગીલા રાજકોટમાં એક તરફ કોરોના કાળો કહેર બનીને વરસી રહ્યો છે તો, બીજી બાજુ હત્યા જેવા બનાવને અંજામ આપવામાં આવી રહ્યો છે.

Top Stories Gujarat Rajkot
A 183 ચાર શખ્સોએ ચાકુના ઘા ઝીંકી 16 વર્ષના તરુણની જાહેરમાં કરી હત્યા

રંગીલા રાજકોટમાં એક તરફ કોરોના કાળો કહેર બનીને વરસી રહ્યો છે તો, બીજી બાજુ હત્યા જેવા બનાવને અંજામ આપવામાં આવી રહ્યો છે.રાજકોટના ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. આ મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના ચુનારાવાડ ચોક પાસે નવા થોરાળા મેઈન રોડ પર રામદેવ પીર મંદિર પાસે રહેતા 16 વર્ષના આયુષ બારૈયા નામના કિશોરને છરીના ઘા ઝીકી દેવાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામતા થોરાળા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :પોરબંદરના જખૌ પાસે 8 પાકિસ્તાનીઓ 30 કિલો હેરોઈન સાથે ઝડપાયા

આયુષને બે દિવસ પહેલા મોબાઈલ બાબતે માથાકૂટ થઈ હતી. એ પછી ડેવિડ, ઘોરી સહિતની સાથે ઝગડો થયો હતો. આજરોજ બપોરે સમાધાન પણ કરી મોબઈલ પરત લેવા આયુષ અને તેનો મિત્ર ગયા હતા. સમાધાન બાદ માથાકૂટ થતાં છરી વડે હુમલો કરાયો હતો.ગંભીર રીતે ઘવાયેલાં આયુષનું સારવાર દરમિયાન મોત થતા થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આયુષનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોટર્મ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :સાબરમતી નદીમાંથી તરતા મળ્યા 2 મૃતદેહ, ઘટનાને લઈ મચ્યો ખળભળાટ

તરુણની હત્યા કરનાર ચાર આરોપી પૈકી બેને પોલીસે સકંજામાં લીધા છે. જ્યારે અન્ય બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.

રાજકોટમાં 8 માસ પૂર્વે આ જ પ્રકારે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યાં ચંદ્રેશનગર રોડ પર પ્રેમ લગ્ન મામલે 10 જેટલા લોકોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પ્રેમલગ્ન પ્રકરણ મામલે ચાલતા મન દુખમાં રાહુલ સોલંકી નામના યુવક પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે માલાવીયાનગર પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :SRP જવાન ઉપર આભ તૂટ્યું, કોરોનાને કારણે ઘરના બે સભ્યો ગુમાવ્યા

આ પણ વાંચો :એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી