Rajkot Gaming Zone/ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ ગાયબ

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડનો માસ્ટરમાઇન્ડ અને ગેમિંગ ઝોનના માલિક સુધી હજી સુધી તંત્રના હાથ પહોંચ્યા નથી. માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ જૈન ગાયબ છે. 32નો ભોગ લેનારી રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડની દુર્ઘટના પછી પ્રકાશ હીરણનો કોઈ અતોપતો નથી.

Top Stories Ahmedabad Gujarat Rajkot Others
Beginners guide to 98 2 રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ ગાયબ

Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડનો (Rajkot Gaming Zone Fire Tragedy) માસ્ટરમાઇન્ડ અને ગેમિંગ ઝોનના માલિક સુધી હજી સુધી તંત્રના હાથ પહોંચ્યા નથી. માસ્ટરમાઇન્ડ પ્રકાશ હીરણ જૈન (Prakash Jain) ગાયબ છે. 32નો ભોગ લેનારી રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડની દુર્ઘટના પછી પ્રકાશ હીરણનો કોઈ અતોપતો નથી. ગેમિંગ ઝોનમાં 60થી 70 ટકા માલિકી પ્રકાશ હીરણની હતી અને તેની તો કોઈ વાત જ કરતું નથી. પ્રકાશ હિરણ જૈનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પૂરી તાકાતથી કામે લાગી ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમ તેની શોધખોળ કરી રહી છે. તેના કુટુંબીજનોએ પ્રકાશ ગુમ થયો હોવાની અરજી કરી છે. તેના કુટુંબના હજી સેમ્પલ લેવાયા નથી.

વાસ્તવમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગેમિંગ ઝોનનો આઇડિયા જ પ્રકાશ હીરણનો હતો. પ્રકાશ કાલાવાડ રોડ પર બે કરોડના મકાનમાં રહેતો હતો. તેનું મકાન પ્રદ્યુમન રોયલ હાઇટ્સમાં આવેલું છે. હાલમાં તેના ઘરે કોઈ હાજર નથી. ઘરની બહાર દૂધની થેલીઓ પડેલી છે. તે આગની દુર્ઘટનાનો પણ ભોગ બન્યો હોય તેવી સંભાવના છે.

TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ (Yuvarajsingh)TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન TRP ગેમ ઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં