Rajkot/ હીરાસર એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું આગમન, ગરબાના તાલે પેસેન્જરોનું સ્વાગત, જુઓ Video

વોટર કેનનથી કરાયું પ્રથમ ફ્લાઇટનું સ્વાગત : નવા એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે

Rajkot Trending Videos
Beginners guide to 3 3 હીરાસર એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું આગમન, ગરબાના તાલે પેસેન્જરોનું સ્વાગત, જુઓ Video

રાજકોટનું હીરાસર એરપોર્ટ આજથી કાર્યરત થયુ છે. નવા એરપોર્ટ પર આજે પ્રથમ ફ્લાઈટ ઈન્દોરથી આવી હતી. આ ફ્લાઇટને વોટર કેનનથી પ્રથમ ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યુ છે. રાજકોટની શહેરની મધ્યમાં આવેલું અને છેલ્લા 90 વર્ષથી કાર્યરત એરપોર્ટ શુક્રવાર રાત્રે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલા એરપોર્ટે પરથી દિલ્હીની છેલ્લી ફ્લાઇટ શુક્રવારે રાત્રે 8 વાગ્યે ઉપડી હતી. આ ફ્લાઇટને કર્મચારીઓએ સલામી આપી વિદાય કરી હતી.

Untitled 2 1 હીરાસર એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું આગમન, ગરબાના તાલે પેસેન્જરોનું સ્વાગત, જુઓ Video

રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું હીરાસર એરપોર્ટ પર હાલ ડોમેસ્ટિક ફ્લાઈટસ જ ચાલુ રહેશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થતા હજુ સમય લાગે તેવી શક્યતા છે. હીરાસર એરપોર્ટ પર રોજની 11 ફ્લાઈટની અવર-જવર રહેશે.

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27 નજીક હિરાસર ગામ પાસે 1405 કરોડ રૂપિયાના ખર્ચે 1032 હેક્ટર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે
એરપોર્ટમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

આ પણ વાંચો: Rajkot/ બ્રિટિશરો સમયનું રાજકોટ એરપોર્ટ બન્યું ભૂતકાળ, કર્મચારીઓએ છેલ્લી ફ્લાઇટને સલામી સાથે આપી વિદાય