Not Set/ રાજકોટમાં મનપા વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા અને લોધીકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી કોરોનાપોઝિટિવ

રાજકોટમાં કોરોનાનો ફૂંફાડો યથાવત રહ્યો છે. કોરોના નો કહેર સામાન્ય અને નેતાઓને પણ વર્તાઇ રહ્યો છે.રાજકોટમાં આજે સત્તાપક્ષ અને વિપક્ષ બંને પક્ષના એક-એક નેતા કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.આજે રાજકોટ મહાનગરપાલિકાના

Gujarat Rajkot
vashram sagathiya 2 1 રાજકોટમાં મનપા વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા અને લોધીકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી કોરોનાપોઝિટિવ

રાજકોટમાં કોરોનાનો ફૂંફાડો યથાવત રહ્યો છે. કોરોના નો કહેર સામાન્ય અને નેતાઓને પણ વર્તાઇ રહ્યો છે.રાજકોટમાં આજે સત્તાપક્ષ અને વિપક્ષ બંને પક્ષના એક-એક નેતા કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.આજે રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષના નેતા વશરામભાઈને પણ કોરોના થયો હોવાનું તબીબી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેઓને હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત લોધિકાના તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓને પણ હોમઆઈસોલેટ કરવામાં આવ્યા છે.

૨ાજકોટમાં કોરોનાના કારણેઆજે છ વ્યકિતના મોત નિપજયાં છે. જેમાં ૨ાજકોટ સિવિલમાં ત્રણ અને ખાનગી હોસ્પિટલમાં ત્રણ દર્દીઓએ સા૨વા૨ દ૨મિયાન દમ તોડયો હતો. ગઈકાલે એકપણ મૃત્યુ ન હોવાથી હાંશકા૨ો જોવા મળ્યો હતો પ૨ંતુ ૨૪ કલાકમાં મૃત્યુનો આકં છ થઈ જતાં કો૨ોના વધુ ચિંતાનો વિષય બન્યો છે.

આ ઉપ૨ાંત કો૨ોનાના કેસની સંખ્યા સ૨કા૨ી આંકડોમાં પણ એટલી હદે વધી ૨હી છે કે, જો સ૨કા૨ી આંકડાઓ બહા૨ નજ૨ ક૨ીએ તો ૨ાજકોટમાં કો૨ોનાનું સંક્રમણ ચો–ત૨ફ ફેલાયેલું હોવાનું જણાઈ છે. ૨ાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ, સમ૨સ તથા કોવીડ સેન્ટ૨ોમાં કુલ ૧૪૯૮ બેડમાંથી ૧૦૩૯ બેડ ખાલી છે. આથી કુલ ૪પ૯ દર્દીઓ સા૨વા૨ લઈ ૨હયાં છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…