Not Set/ રાજકોટ : લક્ષ્મીનગર નાળામાં 25 કરોડનો ખર્ચ તંત્રને માથે પડશે કે કેમ.. ??

રાજકોટના લક્ષ્મીનગર નાળા માટે રાજકોટ મહાનગરપાલિકાએ 25 કરોડ ફાળવી દીધા છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાને અંડરપાસમાં કન્વર્ટનો નિર્ણય લીધો છે. જોકે તંત્રના આ નિર્ણય સામે સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. રાજકોટ તંત્ર રાજકોટમાં ટ્રાફિક અને વરસાદી પાણીનો ભરાવો કરવાના મૂડ લાગી રહી છે. અંડરપાસ અને નાળાઓ , જ્યાં […]

Gujarat Rajkot
રાજકોટ 1 રાજકોટ : લક્ષ્મીનગર નાળામાં 25 કરોડનો ખર્ચ તંત્રને માથે પડશે કે કેમ.. ??

રાજકોટના લક્ષ્મીનગર નાળા માટે રાજકોટ મહાનગરપાલિકાએ 25 કરોડ ફાળવી દીધા છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાને અંડરપાસમાં કન્વર્ટનો નિર્ણય લીધો છે. જોકે તંત્રના આ નિર્ણય સામે સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.

રાજકોટ તંત્ર રાજકોટમાં ટ્રાફિક અને વરસાદી પાણીનો ભરાવો કરવાના મૂડ લાગી રહી છે. અંડરપાસ અને નાળાઓ , જ્યાં પાણી ના નિકાલની કોઈ વ્યવસ્થા નથી , આવું જ એક નાળું છે શહેરના માધ્યમ આવેલું લક્ષ્મીનગરનું નાળું જ્યાં ચાર દાયકાથી દર ચોમાસે પાણી ભરવાની સમસ્યા થી લોકો પીડાઈ છે , જોકે તંત્રે હવે આ નાળાને અંડરપાસમાં કન્વર્ટ કરવા 25 કરોડ ફાળવી દીધા છે,

રાજકોટમાં ચાર દાયકા કરતા વધુ સમયથી લક્ષ્મીનગરના નાળાના નવા નિર્માણ અને પાણી ભરવાની સમસ્યા અંગે લોકો અનેક ફરિયાદો કરી ચુક્યા છે. નાળા ઉપર ઓવરબ્રિજ બનવવા માટે અનેક વખત માંગણી કરવામાં આવી છે. જોકે નાળા ઉપર ઓવરબ્રિજ નહિ પરંતુ અંડરબ્રિજ બનાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે, મનપાના  આ નિર્ણયથી નાળાની અંદર પાણી ભરવાની સમસ્યા એમ જ રહેવાની આશંકા હજુ યથાવત જોવા મળી રહી છે.  શહેરના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહયા છે કે લક્ષ્મીનગર નાળામાં પાણી ભરવાની સમસ્યા યથાવત રહેશે તો 25 કરોડનો ખર્ચ કરવાનો શું મતલબ..? થવાનો છે

તો બીજી બાજુ તંત્ર દવાઓ કરે છે કે જે ભૂલ મહિલા કોલેજ અને રેલનગર અન્ડરબ્રીજમાં થઇ હતી તેવી ભૂલ લક્ષ્મીનગર નાળા અને આમ્રપાલી ફાટક માં નહીં થાય, લક્ષ્મીનગરનું નાળું કાયમ માટે ચોમાસામાં શહેરના બે ભાગને છુટા પાડી દે છે અને વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચે છે.

તંત્ર ભલે દાવાઓ કરતુ હોઈ કે પાણી ભરવાની સમસ્યા સામે નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવશે જોકે તંત્ર ના દવાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે, જયારે ચોમાસુ આવે છે અને વરસાદી પાણી ભરાવાની શરૂઆત થાય છે ત્યારે કાગળ ઉપર કરેલા દવાઓ પાણીમાં ઓગાળવા લાગે છે અને પીડા લોકોને પહોંચે અને અને પૈસાનું પાણી જ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.