Breaking News/ રાજકોટ અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા

રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડમાં અંદાજે 33થી વધુ બાળકો સહિત લોકોના મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News
YouTube Thumbnail 2024 05 27T175651.401 રાજકોટ અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા

Rajkot News: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 આરોપીઓને લઈ પોલીસ કોર્ટમાં પહોંચી ગઈ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.આ પાપીઓની બેદરકારીના કરાણે સર્જાયું મોતનું તાંડવ.રાહુલ રાઠોડ , યુવરાજસિંહ સોલંકી, નિતીનજૈનને કોર્ટમાં રજૂ કરાશે  લોખંડી બંદોબસ્ત વચ્ચે પોલીસ આરોપીઓને કોર્ટમાં પહોંચી.જ્યાં કોર્ટ શરૂ થાય તે પહેલાં જ આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ મોટી દુર્ઘટના વિશે પિટિશન કરી હતી. જેની સુનાવણી સાડા ચાર કલાક ચાલી હતી. જેમાં હાઈકોર્ટે કેટલાક તથ્યો પર પ્રશ્નો કર્યા હતા. જેમાં ડાયરેક્શન ઈશ્યુ કર્યા કે કયા ધોરણે મંજૂરી અપાઈ, NOC હતું કે નહીં, GDCR મુજબ હતું કે નહીં? સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન, સરકારની દલીલો સાંભળી હતી. આખા રાજ્યના બધા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો આદેશ કરીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ગેમ ઝોનને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ન ગણી શકાય. BU અને NOC તેમજ ફાયર સેફટી જરૂરી છે. કોઈ કોમ્પરોમાઈસ નહિ કરાય. આમાં કોર્પોરેશન, પોલીસ, ફાયર, આર એન બી જેવા બધા વિભાગો જવાબદાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ