Not Set/ રજાઓમાં ચુકતા નહિ આ સ્થળે ફરવા જવાનું, આજે જ કરો પ્લાનીંગ

  જો તમને ઘોડેસવારી, કેમ્પીંગ , બોટિંગથી લઈને બલૂન રાઈડ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો શોખ છે તો રાજસ્થાનનું ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માઉન્ટ આબુ તમારા માટે બેસ્ટ સ્થળ છે. નક્કી લેક તળાવની બોટીંગની મજા જ કંઈક અલગ છે. રાજસ્થાનના રણ વિસ્તારમાં માઉન્ટ આબુ એક માત્ર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન માત્ર ભારતમાં જ અહીં પરંતુ દુનિયામાં પણ […]

Lifestyle
abu રજાઓમાં ચુકતા નહિ આ સ્થળે ફરવા જવાનું, આજે જ કરો પ્લાનીંગ

 

જો તમને ઘોડેસવારી, કેમ્પીંગ , બોટિંગથી લઈને બલૂન રાઈડ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો શોખ છે તો રાજસ્થાનનું ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માઉન્ટ આબુ તમારા માટે બેસ્ટ સ્થળ છે. નક્કી લેક તળાવની બોટીંગની મજા જ કંઈક અલગ છે.

Image result for nakki lake

Image result for nakki lake

રાજસ્થાનના રણ વિસ્તારમાં માઉન્ટ આબુ એક માત્ર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન માત્ર ભારતમાં જ અહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત છે. અહીં રજાનો સમય પસાર કરવાથી તમે તેને જિંદગીભર યાદ રાખશો.

Image result for mount abu

માઉન્ટ આબુમાં રોક ક્લાઇબિંગ જેવી એક્ટિવિટીની મજા લઇ શકો છો. માઉન્ટ આબુની બીજી એક વસ્તુ પણ ફેમસ છે એ છે ટ્રેકિંગ। પહાડી વિસ્તાર હોવાને કારણે આ જગ્યા ટ્રેકિંગ માટે સારી માનવામાં આવે છે. અહીંયા માનવનિર્મિત ટ્રેકીંગની સાથે સાથે કુદરતી ટ્રેકીંગની મજા પણ તમે લઇ શકો છો.

Image result for nakki lake

એટલું જ નહિ પણ ઘોડેસવારી અને હોટ એર બલૂનની મદદથી તમે આકાશમાંથી માઉન્ટ આબુનો સુંદર નજારો પણ જોઈ શકો છો. નક્કી લેક ટુરિસ્ટ લોકોનું સૌથી વધારે મનપસંદનું સ્થળ છે જ્યાં તમે ઇરછો તો તેના કિનારે ફરી શકો છો અને બોટિંગની મજા પણ લઇ શકો છો.

Image result for mount abu

Image result for mount abu

સપ્ટેમ્બરથી માર્ચ મહિના સુધીનો સમય માઉન્ટ આબુ ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. હિલ સ્ટેશનના લીધે તમામને અહીંયા વધારે ગરમીનો અનુભવ પણ નહિ થાય. મોટા ભાગના લોકો ઉનાળાના વેકેશનમાં ગરમીથી બચવા માટે આ હિલ સ્ટેશનની મુલાકાત લે છે. એપ્રિલથી જૂન મહિના વચ્ચે અહીંનું તાપમાન 23-33 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો બીજી બાજુ નવેમ્બરથી ફેબ્રુઆરીમાં માઉન્ટ આબુનું વાતાવરણ ઘણું ઠંડુ હોય છે. વળી ક્યારેક રાત્રી દરમ્યાન તાપમાન શૂન્ય કરતા ઓછું પણ થઇ જાય છે.