Not Set/ Rajya Sabha Election 2020/ કોંગ્રેસ પાર્ટી માટે મોટો પડકાર, દિગ્ગજ નેતાઓ મેદાનમાં

આજે દેશનાં 10 રાજ્યોની 24 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આમા ઘણી બેઠકો માર્ચમાં યોજાવાની હતી પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે આખરે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ દરમિયાન, આ પાર્ટીઓ – ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી તકરાર થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ આ બંને રાજ્યોમાં રિસોર્ટ પોલિટિક્સનો આશરો લીધો […]

India
f605871c69db96b193a8e2fb49ac6b0d 1 Rajya Sabha Election 2020/ કોંગ્રેસ પાર્ટી માટે મોટો પડકાર, દિગ્ગજ નેતાઓ મેદાનમાં

આજે દેશનાં 10 રાજ્યોની 24 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આમા ઘણી બેઠકો માર્ચમાં યોજાવાની હતી પરંતુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. હવે આખરે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ દરમિયાન, આ પાર્ટીઓ – ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી તકરાર થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ આ બંને રાજ્યોમાં રિસોર્ટ પોલિટિક્સનો આશરો લીધો હતો અને ભાજપ પર રિસોર્ટમાં તેના ધારાસભ્યોની ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો હતો. રાજ્ય સરકારમાં આરામથી સરકાર ચલાવવા માટે ભાજપને આરામદાયક બહુમતીની જરૂર છે. ભાજપનાં નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને રાજ્યસભામાં બહુમતી માટે 30 વધુ બેઠકોની જરૂર છે.

ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની પ્રત્યેક ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પ્રત્યેક બે-બે બેઠકો પર ચૂંટણી યોજાશે. ઝારખંડની એક સીટ પર ચૂંટણી યોજાવાની છે, જ્યારે મેઘાલય, મણિપુર, અરુણાચલ અને મિઝોરમમાં એક-એક સીટ પર ચૂંટણી યોજાવાની છે. સવારે 9 વાગ્યે મતદાન શરૂ થઇ છે. સૌથી વધુ નજર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની દરેક સીટ પર છે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદાન માટેની જરૂરી વ્યવસ્થા કરી છે. અહીં પહેલા તમામ ધારાસભ્યોનાં શરીરનું તાપમાન લેવામાં આવશે અને તેઓએ ચહેરા પર માસ્ક પહેરવા અને સામાજિક અંતર જેવા નિયમોનું પાલન કરવું પડશે. જો કોઈ ધારાસભ્યને તાવ હોય કે અન્ય કોઈ લક્ષણો હોય, તો તેને અલગ રૂમમાં રાખવામાં આવશે.

રાજ્યસભામાં હાલમાં એનડીએની 245 બેઠકોમાંથી 91 બેઠકો છે, જ્યારે યુપીએની 61 બેઠકો છે. અન્ય વિરોધી પક્ષો અને બિન-ગઠબંધન પક્ષો પાસે 68 બેઠકો છે. આજની ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારો ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, મધ્ય પ્રદેશનાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહ અને રાજસ્થાનનાં કેસી વેણુગોપાલ છે. ગુજરાતમાં કોંગ્રેસ મુશ્કેલમાં દેખાઇ રહી છે કારણ કે અહીં માર્ચમાં કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. અહીંની ચાર બેઠકો પર નજર કરીએ તો ત્રણ પર ભાજપનો વિજય નિશ્ચિત લાગે છે. ગુજરાતમાં કોંગ્રેસને જીતવા 34 મતોની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.