National Organ Donation Day/ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે યોજાઇ રેલી,  39મુ ઓર્ગન ડોનેશન

સુરત શહેરને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. સુરત શહેરમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ મોટાપાયે થાય છે. ત્યારે હવે સુરત શહેર ઓર્ગન ડોનેશન સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.

Top Stories Gujarat Surat
Rally held on the occasion of National Organ Donation Day at New Civil Hospital, Surat, 39th Organ Donation

@અમિત રૂપાપરા

સુરત શહેરને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. સુરત શહેરમાં સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ મોટાપાયે થાય છે. ત્યારે હવે સુરત શહેર ઓર્ગન ડોનેશન સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત શહેરમાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે અને તેના જ કારણે સુરત શહેરમાં ઓર્ગન ડોનેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ ઓર્ગન ડોનેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઓર્ગન ડોનેશન થાય તે માટે સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આજે રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી આ રેલીનું આયોજન થયું હતું. મહત્વની વાત છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 38 ઓર્ગન ડોનેશન થઈ ચૂક્યા છે અને આજે રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે 39મુ ઓર્ગન ડોનેશન થવા જઈ રહ્યું છે. અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુથી આ રેલીનું આયોજન થયું હતું અને આ રેલીમાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ RMO ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની 500 કરતાં વધુ બહેનો જોડાઈ હતી.

મહત્વની વાત છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જો કોઈ દર્દી બ્રેનડેડ થાય તો નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આ દર્દીના પરિવારના સભ્યોને અંગદાનની માહિતી આપવામાં આવે છે કે, એક વ્યક્તિના અંગદાન થકી અન્ય ચારથી પાંચ જેટલા લોકોને નવું જીવન મળી રહે છે. આવી સમજ દર્દીના પરિવારના સભ્યોને આપ્યા બાદ જો દર્દીના પરિવારના સભ્યો અંગદાન માટે રાજી થાય તો અંગદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે. આ જ રીતે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા બ્રેનડેડ જાહેર થયેલા દર્દીના પરિવારના સભ્યોને અંગદાનની સમજ આપી સફળતાપૂર્વક 38 ઓર્ગન ડોનેશન કર્યા છે અને આજે રાષ્ટ્રીય અંગદાન નિમિત્તે 39મુ અંગદાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થયુ છે.

આ પણ વાંચો:Crane accident/મહારાષ્ટ્ર પછી હવે ગુજરાતમાં ક્રેનનો અકસ્માતઃ એક શ્રમિકનું મોત

આ પણ વાંચો:uth Gujarat-Rain/સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ મેઘરાજા હવે દક્ષિણ ગુજરાતને ધમરોળશે

આ પણ વાંચો:બદલી/ગુજરાતમાં બદલીનો દોર યથાવત, સામાન્ય વહીવટ વિભાગે 4 ઉપસચિવ અને 11 નાયબ સેક્શન અધિકારીઓની બદલીના આપ્યા આદેશ

આ પણ વાંચો:નિર્ણય/ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો પ્રજાલક્ષી નિર્ણય, જનતાના પ્રશ્નોના નિરાકરણ વહેલીતકે થાય માટે આપ્યા આદેશ