Bollywoood Actor/ વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ ઉતાર્યું 26 કિલો વજન, દિવસભર ખાતા હતા બસ આ એક જ વસ્તુ

રણદીપ હુડ્ડા બોલિવૂડના એવા અનુભવી અભિનેતાઓમાંના એક છે જે પાત્રમાં આવવા અને તેમના દર્શકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતા નથી. તાજેતરમાં તેણે તેની આગામી ફિલ્મ માટે 26 કિલો વજન ઘટાડ્યું છે.

Entertainment
વીર સાવરક

રણદીપ હુડ્ડા બોલિવૂડના જાણીતા અભિનેતાઓમાંના એક છે. પોતાના અભિનયની સાથે સાથે તે પોતાના પાત્રને પરફેક્ટ બનાવવામાં તેને કોઈ કસર છોડી નથી.રણદીપની આગામી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’નું ટીઝર તાજેતરમાં સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતિ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મથી રણદીપ હુડ્ડાએ માત્ર દિગ્દર્શક તરીકે પોતાની નવી શરૂઆત જ નથી કરી, પરંતુ ફિલ્મમાં આ મહત્વપૂર્ણ ભૂમિકામાં આવવા માટે તેણે ઘણું વજન પણ ઘટાડ્યું હતું. નિર્માતાએ પરફેક્ટ શેપમાં આવવા માટે તે દિવસભરમાં શું ખાતા, તેની વિગતો પણ શેર કરી હતી.

રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું આટલું વજન

મળતી માહિતી અનુસાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં આવવા માટે રણદીપ હુડ્ડાએ 18 કિલો વજન ઘટાડ્યું હતું, પરંતુ હવે નિર્માતા આનંદ પંડિતે એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રણદીપ હુડ્ડાએ હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરની ભૂમિકા ભજવવા માટે કુલ 26 કિલો વજન ઘટાડ્યું છે .

આનંદ પંડિતે કહ્યું, “તે પોતાના પાત્રમાં ખૂબ જ ડૂબેલા હતા અને આજે પણ છે. આ પાત્રને પડદા પર લેતા પહેલા પણ તેને કહ્યું હતું કે તે તેના રોલમાં પરફેક્ટ દેખાવા માટે કોઈ કસર છોડશે નહીં. જ્યાં સુધી શુટિંગ પૂર્ણ ન થયું ત્યાં  સુધ તેને આખા દિવસ દરમ્યાન માત્ર 1 ખજુર અને 1 ગ્લાસ દૂધ પીતો હતો. ચાર મહિના સુધી એટલે કે શૂટિંગ સપૂર્ણપણે પૂર્ણ થયું ત્યાં સુધી આ જ તેનો નિત્યક્રમ હતો.

randeep%20hooda%20film વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ ઉતાર્યું 26 કિલો વજન, દિવસભર ખાતા હતા બસ આ એક જ વસ્તુ

રણદીપ હુડ્ડાએ પોતાના વાળ કાપ્યા હતા

પોતાની વાતને આગળ વધારતા આનંદ પંડિતે એ પણ જણાવ્યું કે રણદીપ હુડ્ડાએ પોતાના કિરદારમાં સંપૂર્ણ રીતે આવવા માટે પોતાના વાળ મુંડાવ્યા હતા  નિર્માતાએ એ પણ ખુલાસો કર્યો કે આ ફિલ્મ અગાઉ અભિનેતા અને મરાઠી ફિલ્મ દિગ્દર્શક મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત થવાની હતી , પરંતુ તારીખની સમસ્યાઓને કારણે તે થઈ શક્યું ન હતું.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)

તેમણે રણદીપ હુડ્ડાને પોતે જ ફિલ્મનું દિગ્દર્શન કરવાનું સૂચન કર્યું હતું. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ઉપરાંત માર્ક બેનિંગ્ટન જેવા ઘણા સ્ટાર્સ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકર ક્રાંતિકારી હોવાની સાથે સાથે સમાજ સુધારક, ઈતિહાસકાર અને રાજનેતા હતા, તેમના સમર્થકો તેમને વીર સાવરકરના નામથી બોલાવતા હતા.

આ પણ વાંચો :બિગ બોસ-ઓટીટી-2/ બિગ બોસ OTT 2માં જોવા મળશે આ હેન્ડસમ હંક સ્ટાર ! 19 વર્ષની અભિનેત્રી સાથે અફેરની ચર્ચા

આ પણ વાંચો : IIFA Awards/IIFA 2023: આ સ્ટાર્સને મળ્યો ‘બેસ્ટ પરફોર્મન્સ’નો એવોર્ડ, આલિયાથી લઇ રિતિક રોશન સુધી

આ પણ વાંચો :Bollywood/ભણસાલી તેમના દર્શકો માટે લાવી રહ્યા છે એક અદ્ભુત વેબ સીરીઝ