Ranji Trophy/ રિયાન પરાગે બેટથી તબાહી મચાવી, ધમાકેદાર સદી ફટકારીને રેકોર્ડ તોડ્યા

રિયાન પરાગે રણજીમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મામલે રિષભ પંત પ્રથમ સ્થાને છે. તેણે 2016માં ઝારખંડ સામે 48 બોલમાં દિલ્હી માટે સદી ફટકારી હતી.

Sports
રિયાન

રિયાન પરાગની સદી છતાં આસામને હારનો સામનો કરવો પડ્યો હતો. છત્તીસગઢે આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા હતા. આસામની ટીમ પ્રથમ દાવમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. છત્તીસગઢને 168 રનની લીડ મળી હતી. તેણે ફોલોઓન રમતા આસામને મજબૂત બનાવ્યું હતું. રિયાન પરાગની સદીની મદદથી આસામની ટીમ બીજી ઈનિંગમાં 254 રન સુધી પહોંચી ગઈ હતી. આ રીતે તેને માત્ર 86 રનની લીડ મળી હતી. છત્તીસગઢે 87 રનનો ટાર્ગેટ એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.

રણજી ટ્રોફીની સૌથી ઝડપી સદી પંતના નામે છે

રિયાન પરાગે રણજીમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મામલે રિષભ પંત પ્રથમ સ્થાને છે. તેણે 2016માં ઝારખંડ સામે 48 બોલમાં દિલ્હી માટે સદી ફટકારી હતી. પરાગ પછી નમન ઓઝા ત્રીજા સ્થાને છે. ઓઝાએ 2015માં મધ્ય પ્રદેશ તરફથી 69 બોલમાં સદી ફટકારી હતી. તેણે કર્ણાટક વિરુદ્ધ 81 બોલમાં 115 રન બનાવ્યા હતા.

એકલવ્ય દ્વિવેદીએ 2014-15ની રણજી સિઝનમાં ઉત્તર પ્રદેશ માટે તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે રેલવે વિરુદ્ધ 72 બોલમાં સદી ફટકારી હતી. એકલવ્યએ 73 બોલમાં કુલ 102 રન બનાવ્યા હતા. તેની સદીની મદદથી ઉત્તર પ્રદેશની ટીમને મહત્વનો વિજય મળ્યો હતો. સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રિષભ પંત પણ પાંચમા સ્થાને છે. તેણે 2016-17માં ઝારખંડ વિરુદ્ધ 82 બોલમાં સદી ફટકારી હતી. 106 બોલમાં 117 રન બનાવીને તે આઉટ થયો હતો. આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: