Entertainment News/ ‘ધુરંધર 2’ ના ટ્રેલર પછી એક વધુ સરપ્રાઇઝ…’રિવેન્જ’ની આગમાં તડપશે રણવીર સિંહ…

Dhurandhar 2 (ધુરંધર 2: ધ રિવેન્જ) ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે…પોસ્ટરમાં રણવીર સિંહ નો લુક અત્યંત હિંસક અને ડરામણો લાગી રહ્યો છે, જે એ વાતનો સંકેત છે કે…

Trending Entertainment
Dhurandhar 2,રણવીર સિંહ , આર માધવન, સારા અર્જુન, સંજય દત્ત

Entertainment News: બોલીવુડનો પાવરહાઉસ ગણાતો અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh, Bollywood Actor) પોતાની આવનારી એક્શન સિક્વલ ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ (Dhurandhar 2: The Revenge) સાથે બોક્સ ઑફિસ પર એક નવું તોફાન મચાવવા જઇ રહ્યો છે! હાલમાં જ ફિલ્મ નિર્માતાઓએ એનું એક અત્યંત ઇન્ટેન્સ અને ડાર્ક પોસ્ટર રિલીઝ કર્યુ છે, જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે! આ પોસ્ટરને શૅર કરતી વખતો રણવીરે એક રુંવાટા ઊભા થઇ જાય એવું કેપ્શન આપ્યું છે…”ભગવાન કા પ્રકોપ આ રહા હૈ..”

Dhurandhar 2,રણવીર સિંહ , આર માધવન, સારા અર્જુન, સંજય દત્ત

ધુરંધર 2 (Dhurandhar 2) નું પોસ્ટર રિલીઝ

આ એક જ પંચ લાઇન ફિલ્મની ગંભીરતા અને એના એક્શનનું લેવલ સ્પષ્ટ કરે છે. પોસ્ટરમાં રણવીરનો લુક અત્યંત હિંસક અને ડરામણો લાગી રહ્યો છે, જે એ વાતનો સંકેત છે કે, આ વખતે કહાણી (Script) વધુ આક્રમક હોવાની સંભાવના છે!

Dhurandhar 2,રણવીર સિંહ , આર માધવન, સારા અર્જુન, સંજય દત્ત

જસકીરત અને હમઝાના બે પાસાને ઉજાગર કરતું ચરિત્ર

રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં રણવીર સિંહના પાત્રને કળાત્મક રીતે દ્વિમુખી દર્શાવવામાં આવ્યું છે…આ આર્ટવર્ક એના ચરિત્ર જસકીરત સિંહ રંગી અને એના ઉપનામ હમઝા અલી મઝારી (Jaskirat Singh Rangi and Hamza Ali Mazari)ના બે ચરિત્રોને દર્શાવે છે. કહાણીના આ પડાવ પર હમઝાનું પાત્ર અંડરવર્લ્ડમાં એક શક્તિશાળી વર્ચસ્વ કાયમ કરવા તરફ અગ્રેસર જણાય છે.

પોસ્ટરના બોલ્ડ રેડ બ્રશસ્ટ્રોક્સની ડીઝાઇન ફિલ્મની ડાર્ક થીમ અને ખૂની સંઘર્ષોથી તરબોળ ફિલ્મના કથાનકને બાખૂબી બયાન કરે છે. આદિત્ય ધર (Director Aditya Dhar)ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પોસ્ટરને જોતાં પોતાની પ્રથમ કડીથી અનેક ગણી મોટી અને ભવ્ય હોવાનો વાયદો કરતી જણાઇ રહી છે.

ધુરંધર 2 નું ટ્રેલર 7 માર્ચના રોજ રિલીઝ થઇ ચૂક્યું છે

ધુરંધરની જૂની ટીમ ફરી એકવાર સાથે

‘ધુરંધર 2’ માં કેવળ રણવીર જ નહિં પરંતુ, કલાકારોની એક મોટી ફોજ જોવા મળશે. એમાં સંજયદત્ત, અર્જુન રામપાલ અને આર માધવન (Sanjay Dutt, Arjun Rampal and R Madhavan) જેવા દિગ્ગજ અભિનેતાઓ પોતાના જૂના પાત્રોમાં પ્રાણ ફૂંકવા માટે ફરી પાછા સજ્જ જોવા મળશે! આ સાથે જ નવોદિત સારા અર્જુન (Sara Arjun) અને અનુભવી કલાકાર રાકેશ બેદીની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ જોવા મળશે.

ફિલ્મને ઓર સરપ્રાઇઝીંગ બનાવવા માટે યામી ગૌતમ આ મૂવીમાં એક ખાસ કેમિયો રોલમાં જોવા મળશે એવી ચર્ચાઓ છે. જાસૂસી થ્રિલરના શોખીનો માટે આ ફિલ્મ એક સંપૂર્ણતયા: મનોરંજક ફિલ્મ સાબિત થઇ શકે છે.

Dhurandhar 2,રણવીર સિંહ , આર માધવન, સારા અર્જુન, સંજય દત્ત

રિલીઝ અગાઉ જ છપ્પરફાડ કમાણી

ફિલ્મ અંગે દર્શકોમાં કેટલી હદે દીવાનગી છે એનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય એમ છે કે, સત્તાવાર રિલીઝના એક દિવસ અગાઉ એટલે કે, 18 માર્ચના રોજ થનારા પેઇડ પ્રીવ્યૂ શોઝની ટિકિટોના વેચાણ પહેલાનું એડવાન્સ બુકિંગ જ રુ. 18 કરોડના આંકડાને પાર કરી ચૂકી છે!!

આ ફિલ્મ 19 માર્ચ, 2026 (19 March 2026)ના રોજ હિન્દીની સાથોસાથ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ જેવી અનેક ભાષાઓમાં દુનિયાભરના થિએટર્સમાં રિલીઝ થશે. ડિસેમ્બર 2025 માં આવેલા પ્રથમ પાર્ટની સફળતા બાદ આ સિક્વલ પાસેથી દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી ગઇ છે. ‘ધુરંધર 2’ ન કેવળ આ વર્ષની મેગા એક્શન ફિલ્મો પૈકીની એક હશે પરંતુ, આ રણવીર સિંહની કેરિયરને એક નવી દિશા પણ પ્રદાન કરશે!


આ પણ વાંચો: ‘મારી પાસે ઘર નથી’…સાસરામાં રહેવાનો હક માંગ્યો..! થલાપતિ વિજયની પત્નીએ કોર્ટમાં આપી અરજી…

આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!

આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!