Ghaziabad Rape/ ઈન્સ્ટાગ્રામ પર થયો પ્રેમ, લગ્નની લાલચ આપી કર્યું દુષ્કર્મ 

ગાજીયાબાદનાં મધુબન બાપુધામ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને મહિલા ટીચર સાથે દુષ્કર્મ કરનારાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ લગ્નની વાત કરતા આરોપીએ મોઢુ ફેરવી લેતા મહિલાએ મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

India
દુષ્કર્મ 

@નિકુંજ પટેલ

ગાજીયાબાદનાં મધુબન બાપુધામ વિસ્તારમાં લગ્નની લાલચ આપીને મહિલા ટીચર સાથે દુષ્કર્મ કરનારાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાએ લગ્નની વાત કરતા આરોપીએ મોઢુ ફેરવી લેતા મહિલાએ મધુબન બાપુધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે કવિનગરના એસીપી અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મધુબન બાપુધામ વિસ્તારમાં રહેતી મહિલા ટીચર છે. તેણે કૌશાંબીમાં રહેતા આયુષ અગ્રવાલ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આયુષ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે. વધુમાં પિડીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર વર્ષ પહેલા તેની મુલાકાત ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આયુષ અગ્રવાલ સાથે થઈ હતી. બાદમાં તેમની વચ્ચે મિત્રતા થતા એકબીજાને મળવાનું શરૂ થયું. દરમિયાન આયુષે તેને લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા.

પિડીતાનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આયુષ લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. પિડીતાએ આયુષ પર લગ્ન કરવા દબાણ કરતા તેણે ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહી ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી પણ આપી હતી.

એસીપી શ્રીવાસ્તવે જણાવ્યું કે પિડીત મહિલા ટીચરની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાદમાં આરોપી આયુષ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે તેને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં ધકેલી દેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Loan fraud/મહિલાને 13 લાખની લોન માટે સાયબર ગઠિયાએ 39 લાખનો ચુનો લગાવ્યો

આ પણ વાંચો:pm narendra modi/હાથમાં ડોલ અને મોપ… જ્યારે પીએમ મોદી શ્રી કાળારામ મંદિરમાં શ્રમદાન કરવા ગયા

આ પણ વાંચો:Aandhra pradesh/કબડ્ડી મેચમાં હાર સહન ન કરી શકતા, બંને ટીમો એકબીજા સાથે લડી પડી , જુઓ ભયાનક વીડિયો