Not Set/ ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રા, ૪૦૦૦ જેટલા ઓ બંદોબસ્તમાં

ભાવનગર, ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રાનો ઉમળકાભેર પ્રારંભ થયો હતો. જેની “પહિન્દ” વિધિ મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે થઇ હતી. આ પ્રસંગે મેયર મનભા મોરી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ કલેકટર, જીલ્લા પોલીસ વડા અને અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા. વાતાવરણ “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ રથની […]

Gujarat Trending
live rathyatra 10 ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રા, ૪૦૦૦ જેટલા ઓ બંદોબસ્તમાં

ભાવનગર,

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રાનો ઉમળકાભેર પ્રારંભ થયો હતો. જેની “પહિન્દ” વિધિ મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે થઇ હતી.

આ પ્રસંગે મેયર મનભા મોરી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ કલેકટર, જીલ્લા પોલીસ વડા અને અનેક સંતો મહંતો હાજર રહ્યા હતા. વાતાવરણ “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.

live rathyatra 11 ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રા, ૪૦૦૦ જેટલા ઓ બંદોબસ્તમાં

આ રથની આગળ ૧૦૦ જેટલા ટ્રકો, ૫ જીપ, ૨૦ ટ્રેક્ટર, ૧૫ છકરડા, ૩ હાથી, ૮ ઘોડા, ૪ અખાડા, તેમજ જુદી-જુદી રાસમંડળીઓ, સત્સંગ મંડળો જોડાયા હતા.

live rathyatra 12 ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રા, ૪૦૦૦ જેટલા ઓ બંદોબસ્તમાં

આ રથને પરંપરાગત રીતે ભોય સમાજના યુવકોએ દોરડાથી ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું.  ઠેર ઠેર ભક્તો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી-સરબત વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

live rathyatra 13 ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૩3મી રથયાત્રા, ૪૦૦૦ જેટલા ઓ બંદોબસ્તમાં

કુલ ૩ ટન ચણાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ૪૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. તેમજ સીસીટીવી કેમરા અને ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી.

આ રથયાત્રાના રૂટમાં મહિલા કોલેજ, ભરતનગર, સીન્ધુકેમ્પ, સંસ્કાર મંડળ, ખારગેટ, મારુતિ મંદિર, બાર્ટન લાઈબ્રેરી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.