IT વિભાગના દરોડા/ અમદાવાદમાં IT નું ફરી ઓપરેશન, જાણીતા સાલ ગ્રુપ પર ઉતરી તવાઇ

અમદાવાદમાં સિંધુ ભવન રોડ સ્થિત આવેલી એસ્ટ્રલ પાઇપ્સ કંપની પર IT નાં દરોડાની કાર્યવાહી બાદ હવે રાજ્યમાં બેક-ટૂ-બેક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Top Stories Ahmedabad Gujarat
સાલ હોસ્પિટલ અને રાજેન્દ્ર શાહ
  • અમદાવાદમાં ITનું ફરી ઓપરેશન
  • જાણીતા સાલ ગ્રુપ પર ઉતરી તવાઇ
  • રાજેન્દ્ર શાહ-કરણ શાહને ત્યાં દરોડા
  • આશરે 2 ડઝન સ્થળોએ સર્વે અને સર્ચ
  • શાહ એલોઇઝ ઉપર પણ તપાસ
  • સાલ મેડિ.કોલેજ પર પણ ITનું ચેકિંગ
  • સાલ હોસ્પિ.પર પણ તપાસ
  • રાજેન્દ્ર શાહ અને ભાગીદારોને ત્યાં દરોડા
  • મુંબઇ કનેકશનને આધારે દરોડા
  • એક ટોચનાં રાજકારણી સાથેનાં સંબંધ નડયા..?
  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં દરોડાની ચર્ચા

રાજ્યમાં IT નાં દરોડાનું કાર્ય આજે પણ યથાવત છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ સ્થિત આવેલી એસ્ટ્રલ પાઇપ્સ કંપની પર IT નાં દરોડાની કાર્યવાહી બાદ હવે રાજ્યમાં બેક-ટૂ-બેક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જાણીતા સાલ ગ્રુપ પર  આ તવાઇ આવી છે.

આ પણ વાંચો – RBI Monetary Policy 2021 / RBI એ આપ્યો સામાન્ય નાગરિકને ઝટકો, વ્યાજદરોમાં ન કર્યો કોઇ ફેરફાર

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં IT વિભાગની દરોડાની કાર્યવાહી યથાવત છે. આજે એટલે કે બુધવારે અમદાવાદનાં જાણીતા સાલ ગ્રુપ પર આ તવાઇ આવી છે. અમદાવાદની સાલ હોસ્પિટલનાં ચેરમેન રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને IT વિભાગે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, આશરે 2 ડઝન સ્થળોએ સર્વ અને સર્ચનું કામ ચાલી રહ્યુ છે. અમદાવાદની જાણીતી સાલ હોસ્પિટલનાં વડા રાજેન્દ્ર શાહનાં નિવાસસ્થાને દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા સમગ્ર રાજ્યનાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ સર્જાયો છે. મહત્વનું છે કે, અમદાવાદ, રાજકોટ અને સુરતમાં રિઅલ એસ્ટેટ બાદ હવે તબીબી ક્ષેત્રે આઇટીની તપાસથી ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો – Covid-19 / જાણીતા ઉદ્યોગપતિ જીતુલાલ સહિત પરિવારનાં સભ્યો કોરોના પોઝિટિવ

અત્યંત ગુપ્ત કાર્યવાહી અંતર્ગત આવકવેરા વિભાગે માત્ર નિવાસસ્થાને જ દરોડા કાર્યવાહી હાથ ધરી છે કે અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી છે તે વિશે ફોડ પાડવામાં આવ્યો નથી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાજ્યનાં કોઇ પણ અધિકારી આ સર્ચમાં સામેલ નથી. આ સર્ચ ઓપરેશનમાં મુંબઇનાં અધિકારીઓ સામેલ છે. બુધવારે સવારનાં 6 વાગ્યાથી મુંબઇનાં અધિકારીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…