Rajasthan/ ચુરુથી સાંસદ રાહુલ કાસ્વાંને ભાજપે ટિકિટ ન આપતા બળવાખોરી વલણ

વાસ્તવમાં, રાહુલ કસ્વાં ચુરુથી 2014 અને 2019માં લોકસભાના સાંસદ છે. પરંતુ આ વખતે ભાજપે રાહુલ કાસ્વાંની ટિકિટ કાપીને ચુરુથી પેરા ઓલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપી છે.

Top Stories India Breaking News

Rajasthan News: રાજસ્થાનના ચુરુથી સાંસદ રાહુલ કાસ્વાંને ભાજપ તરફથી ટિકિટ ન મળવા પર બળવાખોરી વલણ દાખવ્યું છે. મળતી માહિતી મુજબ તેઓ આજે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ભાજપે રાહુલ કાસ્વાંની ટિકિટ કેન્સલ કરી હતી, જેના પછી રાહુલ નારાજ થયા હતા. કોંગ્રેસ કદાચ રાહુલને ચૂરુથી ચૂંટણી લડાવી શકે છે.

આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. આ બેઠકમાં રાહુલ કાસ્વાંને કોંગ્રેસમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ આજે સાંજ સુધીમાં પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકે છે.

વાસ્તવમાં, રાહુલ કસ્વાં ચુરુથી 2014 અને 2019માં લોકસભાના સાંસદ છે. પરંતુ આ વખતે ભાજપે રાહુલ કાસ્વાંની ટિકિટ કાપીને ચુરુથી પેરા ઓલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયાને ટિકિટ આપી છે.

તાજેતરમાં જ રાહુલ કાસ્વાંને ચુરુના સાદુલપુરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન રાહુલે કહ્યું હતું કે ચુરુ લોકસભાનું ભવિષ્ય કોઈ એક વ્યક્તિ નક્કી નહીં કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આ પણ વાંચોઃજૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃ Gandhi Ashram/ PM મોદી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

આ પણ વાંચોઃ