રેસીપી/ જન્માષ્ટમી પર ઘરે જ બનાવો ધાણાની સ્વાદિષ્ટ પંજરી

શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. કાનાને માખણ તો ભાવે છે સાથે તેને પંજરી પણ તેટલી જ પ્રિય માનવામાં આવે છે.

Food Lifestyle
aaaaamap 6 જન્માષ્ટમી પર ઘરે જ બનાવો ધાણાની સ્વાદિષ્ટ પંજરી

શ્રીકૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. કાનાને માખણ તો ભાવે છે સાથે તેને પંજરી પણ તેટલી જ પ્રિય માનવામાં આવે છે. એટલા માટે જ કૃષ્ણજન્મ બાદ પ્રસાદમાં પંજરી આપવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે ધાણાની સ્વાદિષ્ટ પંજરી બનાવી શકો છો.

સામગ્રી

1 કપ ધાણા પાવડર

1/2  કપ ખાંડ

1 કપ મખાણા

2 કપ   ઘી

1/4 કપ  નારિયળ

1/2 કપ  ડ્રાયફ્રુટ્સ

4 લીલી ઈલાયચી

2 ચમચી કિશમિશ

બનાવવાની રીત

પહેલાં તો એક પેન લો તેમાં ઘી ગરમ કરી લો. ધી ગરમ થઈ જાય આટલે તેમા બધા માવા નાખી રોસ્ટ કરી ગેસ બંધ કરી બાજુ પર મૂકી રાખો.

ત્યારબાદ ધાણાપાવડરમાં ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો. પછી તેમા તળેલા સુકામેવા, મખાના, કિશમિશ અને ખાંડ નાખી મિક્સ કરો.

પંજરીને સારી રીતે ભેળવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.