Not Set/ રેસીપી – આજે જ ઘરે બનાવો દહીં બ્રેડ

સામગ્રી  1/2 કપ દહીં 1/4 ટીસ્પૂન હળદર 1/2 ટીસ્પૂન લાલ મરચું મીઠું (સ્વાદાઅનુસાર) 2 ટીસ્પૂન પાણી 5 ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ 2 ટીસ્પૂન ઓઈલ 1/2 ટીસ્પૂન જીરું 1/4 ટીસ્પૂન હિંગ 3 થી 4 લીંબડાના પાન 1/2 ટીસ્પૂન છીણેલું આદું 1/2 કપ ઝીણી સમારેલ ડુંગળીની સ્લાઈસ 1 ટીસ્પૂન સમારેલ કોથમીર બનાવવાની રીત પહેલાં તો એક બાઉલમાં […]

Uncategorized
aaaaaaaaaaaamona 10 રેસીપી - આજે જ ઘરે બનાવો દહીં બ્રેડ

સામગ્રી 

1/2 કપ દહીં

1/4 ટીસ્પૂન હળદર

1/2 ટીસ્પૂન લાલ મરચું

મીઠું (સ્વાદાઅનુસાર)

2 ટીસ્પૂન પાણી

5 ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ

2 ટીસ્પૂન ઓઈલ

1/2 ટીસ્પૂન જીરું

1/4 ટીસ્પૂન હિંગ

3 થી 4 લીંબડાના પાન

1/2 ટીસ્પૂન છીણેલું આદું

1/2 કપ ઝીણી સમારેલ ડુંગળીની સ્લાઈસ

1 ટીસ્પૂન સમારેલ કોથમીર

બનાવવાની રીત

પહેલાં તો એક બાઉલમાં દહીં, હળદર, લાલ મરચું, મીઠું અને પાણી નાખી સારી રીતે મિક્સ કરી લો. પછી આમાં ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ નાખી દહીંમાં મિકસ કરવી.

એ થઈ જાય એટલે નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે જીરું, હિંગ, લીંબડાના પાન અને  છીણેલું આદું નાખી 1-2 સેકંડ સુધી સાંતડવું.

ત્યાર પછી આ મિશ્રણમાં ઝીણી સમારેલ ડુંગળીની સ્લાઈસ નાખવી, આ સ્લાઈસ લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતાડવી. પછી આમાં દહીં વાળા બ્રેડ નાખવા.

પછી હળવા હાથે હલાવી આછા બ્રાઉન કલરના થવા દેવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.