Gujarat/ એમ્પલોયમેન્ટ સર્વિસના નામે પ્રસિદ્ધ થયેલી ભરતીની જાહેરાત પણ બનાવટી

રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Gujarat Others
FAKE JOB OFFER

રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ગુજરાત એમ્પલોયમેન્ટ સર્વિસના નામે સરકારી નોકરીની ભરતી સંદર્ભે બનાવટી જાહેરાત પ્રસિદ્ધ કરી રાજ્યના નોકરી વાંચ્છુ ઉમેદવારોને છેતરવાં માટેના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇને આ સંદર્ભે ઉમેદવારો જોગ જરૂરી સ્પષ્ટતા કરી છે કે આવી કોઇ ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી નથી. રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા પણ રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ કરવામાં છે.

તા.૧૫મી ઓકટોબર-૨૦૨૦ના રોજ વિવિધ દૈનિક વર્તમાનપત્રોમાં ‘GUJARAT EMPLOYMENT SERVICES’ Sector-21, Gandhinagar દ્વારા સીધી ભરતી માટેની જાહેરાત શિર્ષક હેઠળ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી. જેમાં કોવિડ-૧૯ના અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓ માટે ૨૫૨૦ જગ્યાઓ હોવાનો ઉલ્લેખ કરીને તે માટે રૂ. ૩૦૦/-ની ફી સાથે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યના તમામ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને આ લોભામણી જાહેરાતના પ્રલોભનમાં ન ફસાઈ, તે અંગે કોઈ પણ પ્રકારની અરજીની પ્રક્રિયા હાથ ન ધરવા અને સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.