Not Set/ 63 વર્ષના રેખાએ એવું સ્ટેજ પરફોર્મ કર્યું કે જોનારા થઇ ગયા મંત્રમુગ્ધ

બેંગકોક, બોલીવુડની એક જમાનાની ખ્યાતનામ અભિનેત્રી રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર ધમાકેદાર પરફોમન્સ કર્યું છે.હાલ બૅંગકૉકમાં IIFA અવોર્ડ ચાલી રહ્યો છે,જેમાં રેખાએ સ્ટેજ પર ડાંસ કર્યો ત્યારે જોનારા સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. રેખાએ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘સલામ-એ-ઈશ્ક મેરી જાં’, ‘થારે રહિયો ઓ બાંકે યાર’ પર ડાન્સ કર્યો ત્યારે આઇફા એવોર્ડની આ રાત તેમના પરફોમન્સથી યાદગાર […]

Entertainment
tribute to rekha 660 070912025459 63 વર્ષના રેખાએ એવું સ્ટેજ પરફોર્મ કર્યું કે જોનારા થઇ ગયા મંત્રમુગ્ધ

બેંગકોક,

બોલીવુડની એક જમાનાની ખ્યાતનામ અભિનેત્રી રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર ધમાકેદાર પરફોમન્સ કર્યું છે.હાલ બૅંગકૉકમાં IIFA અવોર્ડ ચાલી રહ્યો છે,જેમાં રેખાએ સ્ટેજ પર ડાંસ કર્યો ત્યારે જોનારા સૌ મંત્રમુગ્ધ થઈ ગયા.

રેખાએ ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘સલામ-એ-ઈશ્ક મેરી જાં’, ‘થારે રહિયો ઓ બાંકે યાર’ પર ડાન્સ કર્યો ત્યારે આઇફા એવોર્ડની આ રાત તેમના પરફોમન્સથી યાદગાર બની ગઇ હતી.

63 વર્ષીય રેખાનો ડાન્સ જોઈને ત્યાં હાજર તમામ આશ્ચર્યમાં મૂકાયા. ડાન્સની સાથે સાથે રેખાએ પોતાના લૂક્સથી પણ લોકોનું દિલ જીત્યું. સ્ટેજ પરફોર્મંસ દરમિયાન રેખા ખૂબ સુંદર લાગતી હતી. થોડા દિવસ પહેલા જ્યારે રેખા આઇફામાં પરફોર્મ કરવાના છે તેવી ખબર આવી ત્યારથી તેમના ફેન્સની ઉત્સુકતા વધી ગઈ હતી.

20 વર્ષ બાદ સ્ટેજ પર કર્યું પરફોર્મ

જણાવી દઈએ કે રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર ડાન્સ પરફોર્મંસ આપ્યું છે. અગાઉ રેખાએ 31 જાન્યુઆરી, 1998માં આયોજિત 43મા ફિલ્મ ફેર અવોર્ડમાં સ્ટેજ પરફોર્મંસ આપ્યું હતું. એ વખતે રેખાએ ‘યે ક્યા શહર હૈ દોસ્તો’, ‘ઈન આંખો કી મસ્તી’, ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા.

રેખાના આ પરફોર્મંસની ખુશી વ્યક્ત કરતાં આઇફાએ ટ્વિટ કર્યું કે, “અમારા માટે આનાથી વધારે ખુશીની વાત હોઈ જ ના શકે. રેખાજીએ 20 વર્ષ બાદ અમારા માટે સ્ટેજ પર ડાન્સ કર્યો. અમે તેમના આભારી છીએ.”

શ્રદ્ધા કપૂરે પણ રેખા સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, “આજે મે મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ પરફોર્મંસ જોયું. હું શબ્દોમાં નથી વર્ણવી શકતી કે અમે સૌ કેટલા ભાગ્યશાળી છીએ કે અમે તમારા ડાન્સનો જાદુ જોયો.”